હજુ પાંચ દિવસ ભારે: ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3થી 4 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની (Monsoon) આ સીઝનમાં રાજ્યભરમાં ભારે વરસાદના (Rainfall) પગલે નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આણંદ, વડોદરા, ભરૂચ તથા સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ મુજબ, રાજ્યના તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. આ દરમિયાન 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એવામાં બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં 165 ટકા, ઉત્તર ગુજરાતમાં 114 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 87 ટકા, સૌરાષ્ટ્રમાં 96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 115 ટકા વરસાદ પડ્યો છે.

જળાશયો થયા છલોછલ
ગુજરાતના જળાશયોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયો પણ છલોછલ થયા છે. રાજ્યના 206 જળાશયોમાં 84.52 ટકા પાણીનો જથ્થો છે. જેમાંથી 73 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે સરદાર સરોવર ડેમ પણ 96.41 ટકા ભરાઈ ગયો છે.

ADVERTISEMENT

અમદાવાદમાં વરસાદી માહોલ
નોંધનીય છે કે, અમદાવાદની વાત કરીએ તો અહીં પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી 43 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ગઈકાલે એલિબ્રિજ જેવા વિસ્તારોમાં 30 મિનિટ સુધીમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો હતો. ત્યારે બીજી બાજુ રવિવારે વાસણા બેરેજનું લેવલ 135.75 ફૂટને પાર પહોંચી ગયું હતું. જ્યારે બેરેકનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. જ્યારે નવસારી પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

અમરેલીમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં પણ ગઈકાલે બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. આ દરમિયાન અમરેલીમાં 125 mm, ખાંભામાં 35 mm, ધારીમાં 30 mm, બગસરામાં 32 mm, બાબરામાં 67 mm, રાજુલામાં 35 તથા સાવરકુંડલામાં 13 mm વરસાદ ખાબક્યો છે. તો બીજી બાજુ જાફરાબાદ એકમાત્ર એવો જિલ્લો છે જે કોરો ધાકડ રહ્યો છે.

ADVERTISEMENT

અમરેલીમાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
અમરેલીમાં સાડા 4 ઇંચ વરસાદ પડતા વધુ ડેમના દરવાજા ખોલાયા છે. જ્યારે ઠેબી ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી બાજુ અમરેલીના અગાઉ 6 અને હવે 2 દરવાજા ખોલવા પડ્યા છે. નોંધનીય છે કે આની સાથે નિંચાણવાળા વિસ્તારોના ગામને હાઈ એલર્ટ કરી દેવાયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT