INDvsENG: યશસ્વી જયસ્વાલે અંગ્રેલ બોલર્સની કરી ધોલાઈ, 100થી વધુની સ્ટ્રાઈક રેટે મારી અડધી સદી

ADVERTISEMENT

IND vs ENG 1st Hyderabad Test
IND vs ENG 1st Hyderabad Test
social share
google news
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ
  • ઈંગ્લિશ ટીમ ભારતીય સ્પિનરો સામે ઘૂંટણીયે
  • યશસ્વી જયસ્વાલે અંગ્રેલ બોલર્સની કરી ધોલાઈ

IND vs ENG 1st Hyderabad Test: ભારત અને ઈંગ્લેન્ડ (INDvsENG)  વચ્ચેની ટેસ્ટ શ્રેણીને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડ હૈદરાબાદમાં પણ બેઝબોલ એટલે કે આક્રમક બેટિંગ શરૂ રાખશે, પરંતુ ભારતીય સ્પિનરો સામે એવું શક્ય બની શક્યું નહીં . ભારતીય સ્પિનરોએ શાનદાર બોલિંગ કરીને ટીમને 246 રનમાં આઉટ કરી દીધી હતી. પછી જે બન્યું તે અંગ્રેજોને મૂડ ખરાબ કરી દીધો. મેદાન પર આવતાની સાથે જ યશસ્વી જયસ્વાલે (yashasvi jaiswal) ઇનિંગની પ્રથમ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને બીજી ઓવરમાં બે છગ્ગા ફટકારીને બતાવ્યું કે ભારતમાં અસલી બેઝબોલ ઇનિંગ કોને કહેવાય. બેઝબોલની સામે તેના જેવી જ રમત રમીને તેમણે 47 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

ઈંગ્લિશ ટીમ ભારતીય સ્પિનરો સામે ઘૂંટણીયે

આ પહેલા લેફ્ટ આર્મ સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા અને ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ લઈને ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 246 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતીય બોલરોમાં જાડેજા અને અશ્વિન સિવાય લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલ અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને બે-બે વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ વતી કેપ્ટન બેન સ્ટોક્સે આક્રમક બેટિંગ કરતા 88 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી સૌથી વધુ 70 રન બનાવ્યા હતા અને તે છેલ્લા બેટ્સમેન તરીકે બુમરાહ દ્વારા બોલ્ડ થયો હતો.

ઇંગ્લેન્ડની રમત કેવી રહી?

ઇંગ્લેન્ડે પહેલા સત્રમાં ત્રણ વિકેટે 108 રન બનાવ્યા હતા, જ્યારે ચાના બ્રેકમાં સમયે તેનો સ્કોર 59 ઓવરમાં 215/8 હતો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બીજા સેશનમાં પણ ભારતે વિકેટ લેવાનું ચાલુ રાખ્યું હતું. ચાના સમયે સ્ટોક્સ 43 રન બનાવીને અણનમ હતો અને માર્ક વુડ તેને સાત રન પર સાથ આપી રહ્યો હતો. ઇંગ્લેન્ડે બીજા સત્રમાં 107 રન બનાવ્યા હતા પરંતુ પાંચ વિકેટ ગુમાવી હતી, જેમાંથી ચાર ભારતીય સ્પિનરોએ લીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT