વાઘોડિયા બેઠક પર છેલ્લા 27 વર્ષથી મધુ શ્રીવાસ્તવનું છે પ્રભુત્વ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

waghodia constituency
waghodia constituency
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીની સીઝન આવી છે ત્યારે રાજકીય આગેવાનોના ગુજરાતમાં પ્રવાસ થવા લાગ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી રસપ્રદ થશે. એક તરફ કોંગ્રેસ સત્તામાં આવવા માટે મરણિયો પ્રયાસ કરશે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવા એડી ચોંટીનું બળ કરશે. ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક  મેળવવા માટે પાસા ફેંકશે અને આ રાજકીય ગરમાવા વચ્ચે નારાજ નેતાઓ ફાવી જશે. ગુજરાતમાં 182 વિધાનસભાની સીટ છે જેમાંથી વડોદરા જિલ્લામાં 10 બેઠક આવેલી છે. વડોદરાની 10 બેઠકમાંથી ભાજપ પાસે 9 બેઠક છે જયારે કોંગ્રેસ પાસે ફક્ત 1 બેઠક છે. વાઘોડિયા બેઠકની વાત કરવામાં આવેતો મધુ શ્રીવાસ્તવ આ બેઠકના સીટિંગ ધારાસભ્ય છે.

વર્ષ 2017ની ચૂંટણી 
વાઘોડિયા બેઠક પર ભાજપ – કોંગ્રેસના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી કરતા રાજકીય ગરમાવો જામ્યો હતો. કોંગ્રેસે વાઘોડીયા બેઠક પર બીટીએસ સાથે ગઠબંધન કરીને બીટીએસના ઉમેદવાર પ્રફૂલ વસાવાને ટિકિટ ફાળવી હતી . જેને કારણે કોંગ્રેસમાંથી ટિકિટ માંગનાર રાજુ અલવાએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી છે . જો કે , આ બેઠકના મુખ્ય દાવેદારો એવા સત્યજીત ગાયકવાડ , ઉપેન્દ્રસિંહ ગોહીલ , દીલીપ ભટ્ટ વગેરે મેદાન છોડીને જતા રહ્યા હતા . જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપે બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને ફરીથી ટિકિટ આપી હતી. જેને કારણે વાઘોડીયાના ભાજપાના સંગઠનના અનેક લોકો નારાજ થયા હતા. જેના ભાગરૂપે ભાજપાના આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બળવો કરીને અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી.

વાઘોડિયા બેઠક મતનું ગણિત અને ચર્ચા
આ બેઠકમાં વડોદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના મતદારોનો સમાવેશ થયા છે. જેમાં કુલ 244102 મતદારો છે. 125922 પુરુષ મતદારો છે અને 118177 સ્ત્રી મતદાર છે તથા 3 અન્ય મતદારો છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સતત વિવાદમાં રહ્યા છે. ભાજપ આ બેઠક માટે મધુ શ્રીવાસ્તવ પહેલી પસંદ ન હોઈ શકે. જોકે મધુ શ્રીવાસ્તવે જાહેર કર્યું કે હું જ ચૂંટણી લડીશ. છેલ્લા 27 વર્ષથી મધુ શ્રીવાસ્તવ આ બેઠક પર ધારાસભ્ય છે. મધુ શ્રીવાસ્તવને ભાજપ જો ટિકિટ ન આપે તો પણ તે ચૂંટણીના મેદાને જોવા મળશે.

ADVERTISEMENT

કોનું પલડું રહ્યું ભારે
1962- કોંગ્રેસના ઉમેદવાર કાશીવાલા મણિલાલ વિજેતા થયા
1967 કોંગ્રેસના ઉમેદવાર એમ જી પોલા વિજેતા થયા
1972- કોંગ્રેસના ઉમેદવાર ધીરજલાલ જયસ્વાલ વિજેતા થયા
1975-કોંગ્રેસના ઉમેદવાર સનતકુમાર મહેતા વિજેતા થયા
1980- કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર સનતકુમાર મહેતા વિજેતા થયા
1985 – કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ પટેલ વિજેતા થયા
1990- જનતાદળના ઉમેદવાર પ્રદીપ જયસ્વાલ વિજેતા થયા
1995 અપક્ષના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વિજેતા થયા
2017- ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વિજેતા થયા

છેલ્લા 27 વર્ષથી મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય 
વાઘોડિયા વિધાનસભા બેઠક પર એક પણ વખત પેટા ચૂંટણી યોજાઈ નથી અને કુલ 13 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 5 વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે જયારે એક વખત જનતા દળ, અપક્ષ અને એક વખત કોંગ્રસ (આઈ) વિજેતા થયા છે જયારે ભાજપના ઉમેદવાર 5 વખત આ બેઠક પર વિજેતા થયા છે. ખુમાણસિંહ ચૌહાણે આ બેઠક સૌથી વધુ વખત જીતી છે. 6 ટર્મ સુધી મધુ શ્રીવાસ્તવ આ બેઠકના ધારાસભ્ય તરીકે રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT