ભાજપના ગઢ વઢવાણમાં જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરા: વઢવાણ એ સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ રાજ્ય વિધાનસભા મતવિસ્તાર છે અને તે સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારનો એક ભાગ છે. આ બેઠક છેલ્લા 32 વર્ષથી ભાજપના કબજામાં છે. કોંગ્રેસ 1990થી આ બેઠક પર જીત હાંસલ કરી શકી નથી ત્યારે હવે આમ આદમી પાર્ટી આ બેઠક પર ચૂંટણી લડવા મેદાને છે.   આ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને કેટલી ટક્કર આપશે તે પરિણામમાં દેખાઈ આવશે.

2017ની ચૂંટણી અને પરિણામ
વઢવાણ મતવિસ્તારમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 63.26% મતદાન નોંધાયું હતું અને આ બેઠક માટે ચૂંટણીના તબક્કા 1માં 9 ડિસેમ્બર, 2017ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ભાજપે ધનજીભાઇ પટેલને મેદાને ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે મોહન પટેલને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 53.77 ટકા એટલે કે 81610 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને કુલ મતદાનના 39.61 ટકા મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર ધનજી પટેલ વિજેતા થયા હતા. આ બેઠક પર 2017 ની ચૂંટણીમાં કુલ 18 ઉમેદવાર મેદાને ઉતર્યા હતા.

રાજકીય ઇતિહાસ
આ બેઠક 1990 થી છેલ્લા 32 વર્ષથી ભાજપના કબજામાં છે. 1990 અને 1995 માં રણજીતસિંહ ઝાલા જીત્યા બાદ 1998 અને 2002માં ધનરાજભાઈ કેલા જીત્યા હતા જયારે વર્ષાબેન દોશી 2007 અને 2012 માં વિજ્યી બન્યા હતા. તો ભાજપનું એકચક્રી શાસન છેલ્લા ૨૨ વર્ષથી જોવા મળી રહ્યું છે. આમ છતાં બે ટર્મથી ચૂંટાઈ આવતા સીટીંગ એમએલએને ટીકીટ આપવાને બદલે ભાજપે 2017 નવા ઉમેદવાર ધનજીભાઈ પટેલ મેદાને ઉતાર્યા હતા અને તેમણે 2017ની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી.

ADVERTISEMENT

મતવિસ્તાર
સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણ વિધાનસભાના તાલુકાના 45 ગામો અને સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાના શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે. છેલ્લા 32 વર્ષથી વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. ભાજપ સતત 8 વખત આ સીટ જીતી રહ્યું છે. હવે ભાજપ અને કોંગ્રેસ લડાઈમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. જોવાનું રહ્યું કે મતદારો કોણ પર પસંદગીનો કળશ ઢોળશે.

જાતિગત સમીકરણ
બેઠક પર તળપદા અને ચુવાળીયા કોળી ઉપરાંત દલિત, મુસ્લિમ, રાજપૂત અને જૈન સમાજના મતદારો વધુ છે. તળપદા કોળી 14.11 ટકા, ચુવાળીયા કોળી 4.36 ટકા, પટેલ 5.82 ટકા, દલિત 12.30 ટકા, મુસ્લિમ 10 ટકા, રાજપૂત 8.62 ટકા, જૈન 8.90 ટકા છે.

ADVERTISEMENT

મતદારોની સંખ્યા
62 વિધાનસભા ક્રમાંક ધરાવતી વઢવાણ વિધાનસભામાં કુલ 3,00,130 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાતાઓમાં 1,55,007 પુરુષ મતદારો છે. જ્યારે 1,45,117 મહિલા મતદાતા અને અન્ય 6 મતદારોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

વઢવાણની સમસ્યા
વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં શહેરી વિસ્તારમાં પાણીની સમસ્યા ઉપરાંત રોડ રસ્તા, ગટર જેવી સુવિધા પૂરી પાડવામાં તંત્રની નિષ્ફળતા સાબિત તઈ છે. આ મતવિસ્તારમાં મોટા ઉદ્યોગ ના હોવાને કારણે રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. ઉપરાંત કેનાલના કામ અધૂરા રહી જવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT