VTV Exit Polls: કુતિયાણાના કુરુક્ષેત્રમાં કાંધલનો દબદબો રહેશે યથાવત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ હવે પરિણામની  રાહ જોવાઈ રહી છે. ચૂંટણી પૂર્ણ થતાં જ  એગ્ઝિટ પોલ જાહેર થાય છે. ત્યારે VTV ના એગ્ઝિટ પોલમાં સૌરાષ્ટ્રની હઓટ સીટ ગણાતી કુતિયાણા બેઠક માટે પણ પોલ જાહેર કર્યો છે. જેમાં કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી તરફથી જીત હાંસલ કરી રહ્યા છે.

VTVના એગ્ઝિટ પોલમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા જીતી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 2012 અને 2017 ની ચૂંટણીમાં કાંધલ જાડેજા NCP માંથી ચૂંટણી જીત્યા હતા. આ ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયા તેમની ટિકિટ કપાઈ હતી અને તે સમાજવાદી પાર્ટી માંથી મેદાને ઉતર્યા છે.આ બેઠક પર પર સંતોકબેન જાડેજા તેમજ ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે

મતદાર
કુતિયાણા બેઠક પર 116347 પુરુષ મતદાર છે. જ્યારે 109411 મહિલા મતદાર છે. આ સાથે 5 અન્ય મતદાર છે. આમ આ બેઠક પર કુલ 225763 મતદાર છે.

ADVERTISEMENT

2022ના સંગ્રામમાં આ નેતા હતા મેદાને 

  • ભાજપ- ઢેલીબેન ઓડેદરા
  • કોંગ્રેસ- નાથાભાઈ ઓડેદરા
  • આપ- ભિમાભાઈ મકવાણા
  • અપક્ષ- નિલેશ ભૂંડીયા
  • અપક્ષ- ચંદુલાલ રાઠોડ
  • અપક્ષ- પ્રકાશ જુંગી
  • અપક્ષ- આનંદ બુચ
  • અપક્ષ- રાજેશ મદલાણી
  • રાષ્ટ્રીય હિંદ એકતા દળ- રાજેશ બુટાણી
  • અપક્ષ- મુકેશ વઘાસિયા
  • સમાજવાદી પાર્ટી- કાંધલ જાડેજા
  • અપક્ષ- મિલન ચૌહાણ
  • અપક્ષ- અજય ઓડેદરા

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે
1962 – કોંગ્રેસના ઉમેદવાર માલદેવજી ઓડેદરા વિજેતા થયા.
1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર બી.બી.ગજેરા વિજેતા થયા
1972- કોંગ્રેસના ઉમેદવાર અરજણ નંદાણીયા વિજેતા થયા
1975- ભારતીય જાણતા સંઘના ઉમેદવાર વેજાભાઇ કંબાલિયા વિજેતા થયા
1980- કોંગ્રેસ (આઈ ) ના ઉમેદવાર મહંત વિજયદાસજી વિજેતા થયા
1985- કોંગ્રેસના ઉમેદવાર મહંત વિજયદાસજી વિજેતા થયા.
1990- જનતાદળના ઉમેદવાર સંતોકબેન જાડેજા વિજેતા થયા
1995- અપક્ષ ઉમેદવાર ભૂરા કડછા વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર ઓડેદરા કરશન વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર ઓડેદરા કરશન વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર ઓડેદરા કરશન વિજેતા થયા
2012- એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા વિજેતા થયા
2017- એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા વિજેતા થયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT