બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન: આ દિગ્ગજ નેતાઓના ભાવિ થશે EVM માં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ એક એક મિનિટ પર નવા ખેલ જોવા મળી રહ્યા છે. એક બાદ એક એમ અનેક નવા સમીકરણો તૈયાર કરી સરકાર બનાવવાના સપના જોવાઈ રહ્યા છે. ત્યારે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થવા જઈ રહ્યું છે જેમાં મુખ્યમંત્રી સહિત  નેતાઓના ભવિષ્ય દાવ પર લાગ્યા છે. આજે મતદારો નક્કી કરશે કે મંત્રીઓને રિપીટ કરવા કે નહીં. જનતાનો નિર્ણય 8 ડિસેમ્બરે જાહેર થશે.

ભાજપના આ નેતાઓના ભાવિ લાગશે દાવ પર

  • ભૂપેન્દ્ર પટેલ
  • ઋષિકેશ પટેલ
  • જગદીશ પંચાલ
  • અર્જુનસિંહ ઉદેસીહ ચૌહાણ
  • મનીષા વકીલ
  • નિમિષા સુથાર
  • કુબેર ડીંડોર
  • ગજેન્દ્રસિંહ પરમાર

 આ બેઠકો પર સૌની નજર છે 
બીજા તબક્કામાં ચર્ચિત બેઠકો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા, પાટીદાર નેતા હાર્દિક પટેલની વિરમગામ બેઠક નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ, દલિત નેતા કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીની વડગામ બેઠક.  વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના જેતપુર બેઠકનો સમાવેશ થાય છે.   આ ઉપરાંત ભાજપના બળવાખોર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા  બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ADVERTISEMENT

આટલા મતદારો કરશે મતદાન
બીજા તબક્કામાં કુલ મતદારો 2,51,58,730 છે. જેમાંથી 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. 18થી 19 વર્ષની વયના મતદારો 5,96,328 છે. 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો 5,412 છે. NRI મતદારો કુલ 660 છે. જેમાં 505 પુરૂષ અને 155 મહિલાઓ છે. 26,409 મતદાન મથકો છે. જેમાં 8,533 શહેરી વિસ્તારોમાં અને 17,876 ગ્રામ્ય વિસ્તારોમાં છે. 93 મોડલ મતદાન મથકો, 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 651 સખી મતદાન મથકો અને 14 યુવા સંચાલિત મતદાન મથકો છે.

833 ઉમેદવારો મેદાને
રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT