Gujarat Elections: મતદારોમાં છેલ્લે સુધી નિરસતા, 5 વાગ્યા સુધીમાં 60 ટકાથી પણ ઓછું મતદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થતા જ EVMમાં 788 ઉમેદવારોનું ભાવી કેદ થઈ ગયું. 19 જિલ્લાની 89 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં 57.20 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. આ વખતે આદિવાસી વિસ્તારોમાં 70 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર 60 ટકાથી પણ ઓછું મતદાન 5 વાગ્યા સુધીમાં થયું હતું. તમામ EVMને સાંજે 5 વાગ્યે પેક કરવામાં આવ્યા હતા અને હવે તેને 8 ડિસેમ્બરે મતગણતરી વખતે ખોલવામાં આવશે.

ગુજરાતના ચૂંટણી પંચની વિગતો મુજબ, તાપી જિલ્લામાં સૌથી વધુ 72.32 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું ભાવનગર જિલ્લામાં નોંધાયું હતું. ભાવનગરમાં 51.34 ટકા મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં થયું હતું.

જિલ્લા પ્રમાણે વિગતો

ADVERTISEMENT

  • અમરેલી 52.73
  • ભરૂચ 59.36
  • ભાવનગર 51.34
  • બોટાદ 51.64
  • ડાંગ 64.84
  • દેવભૂમિ દ્વારકા 59.11
  • ગીર સોમનાથ 60.46
  • જામનગર 53.98
  • જુનાગઢ 52.04
  • કચ્છ 54.52
  • મોરબી 56.20
  • નર્મદા 68.09
  • નવસારી 65.91
  • પોરબંદર 53.84
  • રાજકોટ 51.88
  • સુરત 57.16
  • સુરેન્દ્રનગર 58.14
  • તાપી 72.32
  • વલસાડ 62.46

ધ્રાફા ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
જામનગરના જામજોધપુરમાં આવેલા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ મતદાન બુથ ન બનાવાતા ગ્રામજનોએ મતદાનનો જ બહિષ્કાર કર્યો છે. ગામના લગભગ 2000 વોટરમાંથી સાંજે 4 વાગ્યા સુધી કોઈએ પણ મત નાખ્યો જ નથી. ગ્રામજનોનું કહેવું છે કે, જ્યારથી ચૂંટણી શરૂ થઈ ત્યારથી ગામમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ વોટિંગ બૂથ બનતા હતા. આ વખતે ચૂંટણી પંચે મહિલાઓ અને પુરુષો માટે એક જ બુથ એટલે કે કોમન વોટિંગ બુથ બનાવ્યું છે. જેને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે અને તમામ લોકોએ મતદાનનો વિરોધ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT