વિરાટ કોહલી પર લાગી શકે છે 1 મેચનો પ્રતિબંધ… BCCIએ ફટકાર્યો 24 લાખનો દંડ
નવી દિલ્હીઃ ફાફ ડુ પ્લેસી સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે વિરાટ કોહલી છેલ્લી બે મેચોથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ કરી રહ્યો છે. ખાસ વાત…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ ફાફ ડુ પ્લેસી સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે વિરાટ કોહલી છેલ્લી બે મેચોથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે બંને મેચમાં કોહલીના નેતૃત્વમાં RCBનું પ્રદર્શન બેજોડ રહ્યું છે અને ટીમે બંને મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. રાજસ્થાન સામે વિરાટની કેપ્ટન્સીમાં બેંગ્લોરનું પ્રદર્શન ટોપ ક્લાસ હતું, પરંતુ જીતની ખુશીમાં કોહલીએ મેદાન પર મોટી ભૂલ કરી છે. જેની કિંમત 24 લાખ રૂપિયાના દંડ સાથે તો ચુકવવાની જ છે પરંતુ મેચ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
કોહલીને દંડ ફટકાર્યો
વાસ્તવમાં રાજસ્થાન સામે રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટના કારણે કોહલી પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. માત્ર વિરાટ જ નહીં પરંતુ ટીમના તમામ ખેલાડીઓને 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2023માં આ બીજી વખત છે જ્યારે RCB ટીમને ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. ફાફ ડુ પ્લેસી પ્રથમ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો અને તેના પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત, અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી
કોહલી પર પ્રતિબંધનો ખતરો
IPL 2023માં બે વખત સ્લો ઓવર રેટના કારણે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે. જો ટીમના બોલરો ત્રીજી વખત આ જ ભૂલનું પુનરાવર્તન કરશે તો 30 લાખના દંડની સાથે ટીમના કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ પણ લાગશે. એટલે કે હવે વિરાટ કોહલી પર પણ પ્રતિબંધનો ખતરો તોળાઈ રહ્યો છે. કોહલીએ રાજસ્થાન સામેની મેચમાં ટોસ સમયે કહ્યું હતું કે તે આવનારી કેટલીક મેચોમાં આરસીબીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
ADVERTISEMENT
બેંગ્લોરે મજબૂત જીત નોંધાવી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 7 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 6 વિકેટ ગુમાવીને 182 રન જ બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી ફાફ ડુપ્લેસીએ 62 અને ગ્લેન મેક્સવેલે 77 રન બનાવ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT