ક્રિકેટથી વેકેશન બ્રેક પર વિરાટ કોહલી…જાણો પત્ની અનુષ્કા સાથે ક્યાં ફરવા ગયો, આશ્રમમાં ધ્યાન પણ કર્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ક્રિકેટથી આરામ કરી રહ્યો છે. જેથી પરિવાર સાથે રજાઓ માણવા માટે વિરાટ કોહલી બહાર ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ કોહલી અત્યારે પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. અહીં કોહલી અને અનુષ્કાના કેટલાક ફોટો અને વીડિયો પણ સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ પોતાની આ રજાઓને પ્રાઈવેટ રાખી દીધી છે.

કોહલી અત્યારે ધાર્મિક યાત્રા પર..
વિરાટ કોહલી આ વખતે માત્ર ધાર્મિક યાત્રા પર છે અને તેણે મીડિયાથી પણ દૂરી બનાવી રાખી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના આ પ્રવાસ દરમિયાન બાબા નીમ કરૌલીના આશ્રમ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે ખાસ મેડિટેશન પણ કર્યું હતું.

ADVERTISEMENT

બાબા નીમ કરૌલીના આશ્રમમાં ધ્યાન લગાવ્યું..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ સમયે ધાર્મિક યાત્રા પર છે. કોહલી-અનુષ્કા બુધવારે બપોરે વૃંદાવન પહોંચ્યા હતા. જોકે તેઓ 3 કલાક પહેલા જ પહોંચી ગયા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બાબા નીમ કરૌલીના આશ્રમે દર્શન કર્યા હતા. તેમણે સમાધિ સ્થળ પર પહોંચી ધ્યાન પણ કર્યું હતું. વિરાટ અને અનુષ્કા લગભગ એક કલાક સુધી આશ્રમમાં રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ થોડા સમય માટે ક્રિકેટમાંથી આરામ લીધો છે. કોહલી તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસ પરથી પરત ફર્યો છે. તેણે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે વનડે અને ટેસ્ટ શ્રેણી પણ રમી હતી. કોહલી વનડેમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ચિત્તાગોંગ વનડેમાં 113 રનની આક્રમક સદી પણ ફટકારી હતી.

શ્રીલંકા સામેની T20 શ્રેણીમાંથી આરામ મળ્યો
ભારતીય ટીમે આ નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ઘરઆંગણે ટી-20 શ્રેણીથી કરી છે. પરંતુ આ શ્રેણીમાં વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી નહોતી. કોહલીને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. પરંતુ ટી-20 બાદ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાવાની છે. આ શ્રેણી માટે કોહલીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT