વિરાટ કોહલીએ અનુષ્કા સાથે મહાકાલના કર્યા દર્શન, ભસ્મ આરતીમાં પણ લીધો ભાગ, Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્યપ્રદેશ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે મહાકાલના દરબારમાં હાજરી આપી છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વિરાટ કોહલીનું ફોર્મ ખાસ રહ્યું નથી. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. વિરાટ અને અનુષ્કા શનિવારે સવારે મહાકાલના દરબારમાં હાજરી આપી હતી. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

ભસ્મ આરતીમાં લીધો ભાગ
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. વિરાટ અને અનુષ્કાએ શનિવારના રોજ સવારે મહાકાલના દરબારમાં હાજરી આપી હતી. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે.

2019 પછી તે ટેસ્ટમાં નથી ફટકારી સદી 
ટેસ્ટ ક્રિકેટમાં વર્ષીય વિરાટ કોહલીનું ફોર્મ કંઈ ખાસ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય ટેસ્ટ મેચમાં તે ફ્લોપ રહ્યો છે. જો જોવામાં આવે તો નવેમ્બર 2019 પછી તે ટેસ્ટ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. એટલે કે ભારતીય ચાહકો ત્રણ વર્ષથી વધુ સમયથી તેની ટેસ્ટ સદીની રાહ જોઈ રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT