IPL 2024 : ઈગ્લેન્ડ સિરીઝ બાદ IPL 2024માં પણ નહીં રમે વિરાટ કોહલી?, આખરે શું છે સમગ્ર મામલો

ADVERTISEMENT

શું  IPL 2024માં પણ નહીં રમે વિરાટ કોહલી?
શું IPL 2024માં પણ નહીં રમે વિરાટ કોહલી?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત

point

ત્રણેય મેચોમાં પણ વિરાટ કોહલી નહીં રમે

point

શું વિરાટ કોહલી IPL 2024માંથી પણ થશે બહાર?

Virat Kohli Can Miss IPL 2024 Due To Personal Reasons : BCCIએ ત્રણ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ત્રણેય મેચોમાં પણ વિરાટ કોહલી નહીં રમે.  તેઓએ વ્યક્તિ કારણોસર બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.  આવી સ્થિતિમાં હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે શું વિરાટ કોહલી માર્ચમાં શરૂ થઈ રહેલી IPL 2024 લીગથી પણ દૂર રહેશે.

....તો 16 વર્ષોમાં આવું પહેલીવાર બનશે

વિરાટ કોહલીના ન રમવા પાછળનું કારણ તેમનો પરિવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો વિરાટ કોહલી IPL 2024ની સિઝન મિસ કરે છે તો છેલ્લા 16 વર્ષોમાં પહેલીવાર એવું બનશે કે વિરાટ કોહલી IPL નહીં રમે. જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 17 જાન્યુઆરીએ અફઘાનિસ્તાની સામે તેમની છેલ્લી ઈન્ટરનેશલ મેચ રમી હતી. અફઘાનિસ્તાનની સામે ત્રીજા ટી20માં રમતા વિરાટ કોહલી જોવા મળ્યા હતા. 

RCBમાંથી રમે છે વિરાટ કોહલી

IPLની વાત કરીએ તો વિરાટ કોહલી RCBમાંથી રમતા જોવા મળે છે. IPLની શરૂઆતથી જ વિરાટ કોહલી RCB સાથે જોડાયેલા છે. IPL કરિયરમાં વિરાટ કોહલી 237 મેચ રમી ચૂક્યા છે.   

ADVERTISEMENT


ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર થયા વિરાટ કોહલી 

આપને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી 3 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. હાલમાં શરૂઆતી બે મેચ બાદ આ સિરીઝ 1-1થી બરાબરી પર છે. 17 સભ્યોની ટીમ સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી બાકીની ત્રણ મેચ માટે ઉપલબ્ધ નથી. BCCIએ કહ્યું કે વિરાટ કોહલી અંગત કારણોસર આ મેચોમાં રમશે નહીં. BCCI કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT