ઉ. ગુજરાતના ચૌધરી સમાજમાં બે ફાડિયા, આ દિગ્ગજ નેતા બોલ્યા- વધુ એક કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાના સાંઈબાબા રોડ ઉપર આવેલ જમણાબા પાર્ટી પ્લોટમાં દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ દ્વારા સત્ય સમર્થન મહાસંમેલનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં આંજણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે વર્તમાન ચેરમેન અશોકભાઈ ચૌધરીનું શક્તિ પ્રદર્શન કહી શકાય.

અશોક ચૌધરી જૂથનું મહાસંમેલન યોજાયું
વિપુલ ચૌધરી સામે અશોક ચૌધરી જૂથના સત્ય સમર્થન મહાસંમેલનમાં આંજણા સમાજને એક જૂથ રહીને કામ કરવા અપીલ કરાઈ હતી. વિપુલ ચૌધરી સામે જ્યારે હિત રક્ષક સમિતિ મેદાનમાં ઉતરી છે ત્યારે આજના આ સંમેલનનો પડઘો ગુજરાત ભરમાં પડશે તેવું કહી શકાય.

મહાસંમેલનમાં પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું
અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, અર્બુદા સેના કહે છે કે અમે આમ કરીશું તેમ કરીશું તો શું અમે ચૌધરી નથી. સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે. જેને ભ્રષ્ટાચાર કરીને ઘર ભર્યું હોય તેમને બચાવવા માટેનું કામ ન કરવું જોઈએ. તેમને બોનસ કૌભાંડ કર્યું હતું. તેમને જે ભ્રષ્ટાચારમાં પૈસા ઘર ભેગા કર્યા હતા તે સરકારે પાછા અપાવ્યા છે. સેના હોવી જોઈએ પરંતુ સમાજના સારા કામ માટે હોવી જોઈએ. પરંતુ સમાજને ઘેર માર્ગે દોરતા હોય તો સમાજની જવાબદારી છે કે આ બાબતે કાંઈક વિચારે.

ADVERTISEMENT

ખાંડ ખરીદીમાં પણ થઈ ધરપકડ
તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા કે દેશમાં જે જગ્યાએ પૈસા તેમણે રોક્યા હોય તે પૈસા સરકાર પરત લઈને અમારી બહેનોના ખાતામાં જમા કરાવે તેવો સરકારનો પ્રયાસ છે. વિપુલભાઈ ચૌધરી અને તેમની ટોળકીએ ખાંડ ખરીદીમાં થયેલા કૌભાંડમાં પણ વિપુલ ચૌધરીની આગામી દિવસોમાં ધરપકડ થઈ શકે છે. આપણા સમાજના જે પણ લોકો ગુમરાહ થયા છે તેમને સમજાવીએ અને અવળે માર્ગે જતા વાળીએ તેમજ સમજાવીએ.

    follow whatsapp

    ADVERTISEMENT