વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલમાં મોકલવાનો આદેશ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા: પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ભ્રષ્ટાચારના આરોપમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેને સેશન્સ કોર્ટે રદ કરીને વિપુલ ચૌધરીને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે.

પોલીસે વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા
કરોડોના કૌંભાડમાં ઝડપાયેલા વિપુલ ચૌધરીને આજે મહેસાણા સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. અહીં પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. જોકે સેશન્સ કોર્ટે પોલીસની અરજી રદ કરીને વિપુલ ચૌધરીને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે. મહેસાણા સેશન્સ જજ રીજિયા બુખારી સમક્ષ વિપુલભાઈને રજુ કરાયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેઓ તપાસમાં યોગ્ય સહકાર ન આપતા હોવા સહિતના મુદ્દે વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે કોર્ટે માગણી રદ કરવાનો હુકમ કરી વિપુલ ચૌધરીને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.

કોર્ટ રૂમમાંથી બહાર આવતા જ સમર્થકોએ વિપુલ ચૌધરીને ઘેરી લીધા
વિપુલ ચૌધરી કોર્ટ રૂમમાંથી બહાર આવતાની સાથે જ તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ વિપુલભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ તેવા સૂત્રોચારો ઉચ્ચાર્યા હતા. નોંધનીય છે કે વિપુલ ચૌધરીની ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનેથી મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. જે બાદથી રાજ્યભરમાં અર્બુદા સેના તથા તેમના સમર્થકોમાં ભારે રોષ છે. બે દિવસ પહેલા જ વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં ન આવે તો જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ADVERTISEMENT

શું હતો મામલો?
વિપુલ ચૌધરીએ 2008થી 2012 વચ્ચે અલગ-અલગ સહકારી મંડળીને લઈને લગભગ 700 કરોડથી વધુ મિલ્ક કૂલર ખરીદ્યા હતા. આ મિલ્ક કૂલરની ખરીદીમાં 80 ટકા સરકાર સબસિડી આપે છે અને કૃ઼ષિ વિભાગ દ્વારા યોજના કાઢવામાં આવી હતી. આ મિલ્ક કૂલરની ખરીદીમાં વિપુલ ચૌધરીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લાગ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT