વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢી પર કર્યા આકરા પ્રહાર કહ્યું, અંગ્રેજો જેવી એમની નીતિ હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

 અમદાવાદ: દુધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરીને ગત મહિને જામીન મળ્યા હતા. ત્યારે જેલમાંથી છૂટકરા બાદ વિપુલ ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.   વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. અમૂલના પૂર્વ MD આરએસ સોઢી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, અંગ્રેજો જેવી એમની નીતિ હતી.

વિપુલ ચૌધરીએ  અમૂલના પૂર્વ MD આરએસ સોઢીની હકાલપટ્ટી મુદ્દે વિપુલ ચૌધરીએ કહ્યું કે, રિવર્સ ગિયરમાં દૂધ સાગર ડેરીને નાંખવામાં આવી હતી. હવે દૂધ સાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે.  માનસાગર ડેરી અને મોતિસગર ડેરીની ક્ષમતાનો પૂરો ઉપયોગ થશે. હુ અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્હીમાં 32 લાખ લીટર દૂધ વેચાતું હતું. જેમાંથી 50 ટકા 16 લાખ લીટર દૂધ દૂધ સાગર ડેરીનું વેચાતું હતું. દિલ્હીમાં આજે 43 લાખ લીટર જેટલું માર્કેટ પહોચ્યું છે.

આરએસ સોઢીને અંગ્રેજ ગણાવ્યા
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ  અમૂલના પૂર્વ MD  આરએસ સોઢીને અંગ્રેજ ગણાવતા કહ્યું હતું કે, અંગ્રેજો જેવી એમની નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો એ હવે બંધ થશે.

ADVERTISEMENT

સીએમ સાથે જોવા મળ્યા એક સ્ટેજ પર
ગાંધીનગરના માણસા તાલુકાના સોલૈયા ગામમાં રવિવારે ચૌધરી સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, 800 કરોડના રૂપિયાના કૌભાંડના આરોપી એવા વિપુલ ચૌધરી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. વિપુલ ચૌધરી શંકરસિંહ વાઘેલાની સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી હતા.

 આ પણ વાંચો: સરકાર સામે ફરી એક આંદોલનની શરૂઆત, LRD 2022 ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નાખ્યા ધામા

ADVERTISEMENT

કોંગ્રેસના નેતા સમર્થનમાં થયા હતા એકઠા
વિપુલ ચૌધરી જેલમાં હતા ત્યારે ઓક્ટોબર 2022માં કોંગ્રેસના નેતાઓ મહેસાણા ખાતે તેમનાં સમર્થનમાં એકઠા થયા હતા.વિપુલ ચૌધરી સામેના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હતા. આંજણા ચૌધરી સમાજ દ્વારા આયોજિત આ સભાને બંને નેતાઓએ સંબોધન કર્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT