વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું જેલભરો આંદોલન તેજ બન્યું, સત્યાગ્રહ છાવણીએ પોલીસ એક્શનમાં આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ જેલભરો આંદોલન વધુ તેજ બનાવી દીધું છે. આજે શુક્રવારે ગાંધીનગર ખાતે અર્બુદા સેનાના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ત્યાં સેકટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને વિપુલ ચૌધરીનું સમર્થન કરવા જઈ રહ્યા હતા. તેવામાં પોલીસ એક્શનમાં આવી ગઈ અને કઈ વિરોધ કરે એની પહેલા જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. નોંધનીય છે કે પાટણની સૂજનીપુર જેલમાં આ આંદોલનના કારણે ગઈકાલે 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ આંદોલન પહેલાં જ એક્ટિવ
વિપુલ ચૌધરીના સમર્થનમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે અર્બુદા સેનાના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આ દરમિયાન તેઓ ધરણા અને વિરોધ પ્રદર્શન શરૂ કરે એની પહેલાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તમામ લોકોની અટકાયત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીના સમર્થનમાં અગાઉ અર્બુદા સેનાએ સરકારને ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર થઈ જજો એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે એકબાજુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. તેવામાં ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર સામે આવ્યો હોય એમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.

ADVERTISEMENT

ચૌધરી સમાજનું વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર થઈ શકે છે…
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના દ્વારા એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં સમાજના લોકોને વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે અર્બુદા સેના દ્વારા આંદોલન વિશે માહિતી આપી હતી.

ADVERTISEMENT

જાણો જામીન અરજીમાં શેનો ઉલ્લેખ કરાયો…
વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી દીધી છે. જેમાં તેમણે રાજકીય કિન્નાખોરીના કારણે તેમના પર ખોટો કેસ કરાયો હોવાનું જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં તેમણે લખ્યું કે રાજકીય કિન્નાખોરીના પરિણામે ખોટા કેસો કરાયા છે. અત્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામે રાજકીય પ્રેશરના પરિણામે કેસ કરાયો હોવાની ફરિયાદ પણ વિપુલ ચૌધરી દ્વારા જામીન અરજીમાં કરાઈ છે.

With Input- દુર્ગેશ મહેતા

    follow whatsapp

    ADVERTISEMENT