વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી, ફરિયાદ અંગે કહી દીધી આ વાત; સરકારે કર્યો વિરોધ…
મહેસાણાઃ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ હવે સરકાર સામે બાયો ચઢાવી લીધી છે. આજથી જેલભરો આંદોલન શરૂ થઈ ગયું છે. પાટણની સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100…
ADVERTISEMENT
મહેસાણાઃ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ હવે સરકાર સામે બાયો ચઢાવી લીધી છે. આજથી જેલભરો આંદોલન શરૂ થઈ ગયું છે. પાટણની સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે આની સાથે અર્બુદા સેના દ્વારા ધરણા, ઉપવાસ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી દીધી ચે. જેમાં તેમણે રાજકીય કિન્નાખોરીના કારણે તેમના પર ખોટો કેસ કરાયો હોવાનું જણાવ્યું છે.
જાણો જામીન અરજીમાં શેનો ઉલ્લેખ કરાયો…
ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં તેમણે લખ્યું કે રાજકીય કિન્નાખોરીના પરિણામે ખોટા કેસો કરાયા છે. અત્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામે રાજકીય પ્રેશરના પરિણામે કેસ કરાયો હોવાની ફરિયાદ પણ વિપુલ ચૌધરી દ્વારા જામીન અરજીમાં કરાઈ છે.
સરકારે કર્યો વિપુલ ચૌધરીની અરજીનો વિરોધ
મીડિયાના અહેવાલો પ્રમાણે વિપુલ ચૌધરીની જામીન અરજી મુદ્દે રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કર્યો છે. સરકારે આ અરજીનો જવાબ આપ્યો, જેમાં લખ્યું છે કે એન્ટીકરપ્શન બ્યુરોને વિપુલ ચૌધરી વિરૂદ્ધ ઘણા પ્રાથમિક પુરાવાઓ મળ્યા છે. જેને કોર્ટ સમક્ષ રજૂ કરી છે.
ADVERTISEMENT
અર્બુદા સેનાએ શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે એકબાજુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. તેવામાં ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર સામે આવ્યો હોય એમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.
ADVERTISEMENT