આધુનિક યુગમાં ધર્મના નામે ધતિંગ કરનાર સામે વિજ્ઞાન જાથાએ કરી લાલ આંખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: આધુનિક યુગમાં આજે પણ અંધશ્રદ્ધાએ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યું નથી. જેનો ભોગ બનેલા અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ ધર્મના નામે ધતિંગ કરતા ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે.

વધીયા મહુડી ગામમાં ધર્મના નામે ધતિંગ ચાલતું હોવાની ભારત વિજ્ઞાન જાથાના ટીમને જાણ થઈ હતી. ભોગ બનનાર મહિલાઓ વિજ્ઞાન જાથા સમક્ષ પોતાની આપવીતી જણાવીને કહ્યું હતું કે વધીયા મહુડી ગામમાં ભૂવા ચૂંદડી ઓઢી સાક્ષાત માતાજી આવતા હોવાનો ઢોંગ કરતા હતા. જેને લઈને લોકો પીડાથી મુક્ત થવા અહીં ઠેક ઠેકાણેથી આવતા હતા. પરંતુ અહી આવતી કેટલીક મહિલાઓને મહિલાના વેશમાં ધુણતા ભુવાનો કડવો અનુભવ થયો છે. જેમાં રાજકોટથી આવેલી બે મહિલાઓને ભુવાએ શારીરિક અડપલા કર્યા હતા.

ભુવાને લાફા ઝીકયા 
ભુવાના પાપને પારખી જઈ મહિલા આ પાખંડી ભુવાના સકાંજામાં આવી ન હતી અને માટે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેની ટીમ દ્વારા ભુવાના સ્થળે આવ્યા અને ભુવાનો ભોગ બનેલ મહિલાઓએ ભુવાને લાફા પણ જીકી દીધા હતા.

ADVERTISEMENT

ભૂવો કરતો હતો આ કામ
મહિલાનો પહેરવેશ પહેરી ભુવો લોકો સાથે છેતરપિંડી કરી છે. ગામમાં મંદિર બનાવી દર રવીવારે અને મંગળવારના દિવસે તે મંદિરની આગળ મંડપ બાંધી ભજન કીર્તન અને ધૂન ચલાવે છે. એટલુ જ નહીં મંદિર વાળી જગ્યા પાસે ઘરના જ બે સભ્યો અને ચાર સેવકો દ્વારા સોના ચાંદીની મૂર્તિ કાઢી લોકોને ભરમાવવાનું કામ કરે છે. આ અંગે ઉચ્ચકક્ષાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરાઈ હતી. ત્યારબાદ વિજ્ઞાન જથ્થાએ કાયદાના પાઠ ભણાવતા ભુવાએ છેતરપિંડી અને ધતિંગ બંધ કરવાનો દાવો કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT