ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પૈસા વહેચતો વિડીયો વાયરલ, વિવાદના એંધાણ
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન નેતાઓએ જનતા સુધી પહોંચવાના તમામ પ્રયાસો હાથ ધારી દીધા…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન નેતાઓએ જનતા સુધી પહોંચવાના તમામ પ્રયાસો હાથ ધારી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારની કામગિરિ પૂરજોશમાં છે. આ દરમિયાન કોંગ્રેસના ડભોઇ બેઠકના ઉમેદવારનો પૈસા વહેચતા વિડીયો વાયરલ થયો છે.
વડોદરા જિલ્લાની ડભોઈ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો મતદાતાઓને રિઝવવાના નુસખાનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા બાલકૃષ્ણ ઢોલારને કોંગ્રેસ પક્ષ દ્વારા ડભોઈ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલરે પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં પ્રચાર દરમિયાન પૈસા વહેચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર બાલુભાઈ ઢોલાર બિલ ભાયલી ગામે પ્રચાર અર્થે હતા ત્યાં તેઓએ પૈસા વહેંચ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. હાલ સોશ્યલ મીડિયામાં આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વાયરલ વિડીયોની ગુજરાત તક કોઈ પુષ્ટિ નથી કરતું.
બીજા તબક્કાની ચૂંટણી માટે 833 ઉમેદવારો મેદાનમાં
બીજા તબક્કાની 93 બેઠકો માટે કુલ 1515 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીમાં 403 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા હતા. જ્યારે 279 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. જેથી બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.
ADVERTISEMENT
બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં આ જિલ્લામાં મતદાન થશે
કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થશે.
ADVERTISEMENT
બીજા તબક્કામાં આ જિલ્લામાં મતદાન થશે
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા. બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT