AAP રૂપિયા આપીને ભીડ ભેગી કરતો વીડિયો વાઈરલ! ભાજપે કેજરીવાલને લોકપ્રિયતા અંગે કર્યો દાવો…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે AAP, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ વચ્ચે સોશિયલ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે AAP, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભાજપના મીડિયા કો-હેડ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તેણે એવો દાવ્યો કર્યો છે કે આમ આદમી પાર્ટી રૂપિયા આપીને ભીડ ભેગી કરે છે. આ વીડિયોમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલું ટોળું એક ખુણામાં ઉભુ જોવા મળે છે. ત્યાં કુંડાળુ કરીને લોકો જાણો રૂપિયા લેતા હોય એવું જણાઈ રહ્યું છે. આ અંગે ભાજપે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ચલો વિગતવાર આ ઘટના પર નજર કરીએ..
AAPએ રૂપિયા આપી ભીડ ભેગી કર્યાનો આક્ષેપ..
સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ભાજપના જ સ્ટેસ મીડિયા કો-હેડે આને શેર કર્યો છે. તેણે કેપ્શનમાં AAP પર આરોપ લગાવતા દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીની સભામાં રૂપિયા આપીને ભીડ ભેગી કરાઈ રહી છે. ગુજરાતની ચૂંટણીમાં કેજરીવાલની લોકપ્રિયતા પાછળનું આ કાળુ સત્ય છે.
आम आदमी पार्टी की सभाओं में पैसे देकर भीड़ इक्कठा किया जा रहा है।
ये है गुजरात चुनाव में केजरीवाल की असली "पॉपुलैरिटी"।सच्चाई ये है गुजरात में कोई भी पार्टी भाजपा के टक्कर में नहीं है और "आप" का सभी सीटों पर जमानत जब्त होगा। 👇 pic.twitter.com/xwl9Us1OWK
— Zubin Ashara (@zubinashara) November 22, 2022
ADVERTISEMENT
લોકો ટોળુ વળીને ઉભા રહ્યા અને…
વીડિયોમાં નજરેપડી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને કેટલાક લોકો ટોળુ વળીને ઉભા રહી ગયા છે. ખૂણામાં આ લોકોને કોઈ શખસ દ્વારા રૂપિયા અપાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વળી આ વીડિયો શેર કરનારે પણ એવો દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી રૂપિયા આપીને ભીડ બોલાવી રહી છે. વધુમાં જે શખસ કથિત રૂપે રૂપિયા આપે છે તે લોકોને લાઈનમાં ઉભા રહો, એક એક કરીને આવો એવું કહેતો પણ નજરે પડી રહ્યો છે.
ભાજપની જીતનો દાવો…
સ્ટેટ મીડિયા કો-હેડે વધુમાં વીડિયો પોસ્ટ કરી લખ્યું છે કે જનતાને સચ્ચાઈ વિશે જાગૃતતા છે. ગુજરાતની અંદર ભાજપને ટક્કર આપી શકે એવી કોઈ પાર્ટી છે જ નહીં. આમ આદમી પાર્ટીની દરેક બેઠકો પરથી ડિપોઝિટ જપ્ત થવાનો પણ તેમણે દાવો કર્યો છે. નોંધનીય છે કે આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT