Vibrant Gujarat 2024 : વાયબ્રન્ટમાં ડોલ્ફીન ક્રુઝ પ્રોજેકટ માટે થયા MoU, 20 કરોડના આ ખાસ પ્રોજેક્ટ વિશે જાણો
Vibrant Gujarat 2024 : હાલ ગાંધીનગરમાં ચાલી રહેલી ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં ઘણા મહત્વના MOU થયા છે જે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારશે. એવામાં…
ADVERTISEMENT
Vibrant Gujarat 2024 : હાલ ગાંધીનગરમાં ચાલી રહેલી ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં ઘણા મહત્વના MOU થયા છે જે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારશે. એવામાં દ્વારકાને લઈને ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ વચ્ચે એક ખૂબ જ મહત્વના MoU પર સહી થઈ છે. જે કરાર બાદ હવે દ્વારકામાં પ્રવાસીઓ માટે ડોલ્ફીન એક આકર્ષણનું કેન્દ્ર બનશે. દ્વારકામાં હવે એક નવું નજરાણું જોવા મળશે. થોડા સમયમાં વિદેશની જેમ દ્વારકાના ઓખામાં લોકો ડોલ્ફીન જોવા ક્રૂઝમાં જઈ શકશે.
20 કરોડ રૂપિયાનાં ખર્ચે ડોલ્ફીન ક્રુઝ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે
આ ક્રૂઝ બે માળની હશે જેમાં કુલ 150 મુસાફરો સવાર થઈ શકશે. આ ડોલફીન ક્રૂઝમાં જમવાની અને મનોરંજની વ્યવસ્થા હશે. એટલું જ નહીં 20 કરોડ રૂપિયાનાં ખર્ચે દોઢ વર્ષની અંદર મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ડોલ્ફીન ક્રુઝ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે.
ગુજરાતના લોકો માટે રોજગારીની તક ઊભી થશે
આ પ્રોજેક્ટથી ગુજરાતમાં નવી રોજગારીની તકો પણ પેદા થશે. અક્ષર ટ્રાવેલ્સએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે MoU સાઈન કર્યો છે જે મરીન ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ છે. જેને અક્ષર ડોલફિન ક્રૂઝ નામ આપવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ અંતર્ગત 100થી વધુ લોકોને રોજગારી મળે તેનો અમે પ્રયાસ કરશું.
ADVERTISEMENT
ADVERTISEMENT