મહીસાગર જિલ્લામાં 2016 માં પશુ દવાખાનું તો બન્યું પણ હજુ તાળું નથી ખૂલ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી, મહીસાગર: વર્ષના અંતે ચૂંટણી યોજાવ જ રહી છે. સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે સરકારના વિકાસની પોલ મહીસાગર જિલ્લામાં ખૂલી છે. સંતરામપુર તાલુકાના રફાઈ ગામમાં બે વાર પશુ દવાખાના બનાવવામાં આવ્યા પણ પશુ દવાખાનામાં પશુધન નિરીક્ષકની નિમણુંક કરવામાં નથી.

લમ્પી વાઇરસનો ડર
એક તરફ લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે બીજી તરફ પશુ દવાખાનામાં પશુધન નિરીક્ષકની નિમણુંક કરવામાં નથી. ગ્રામજનોનું કહેવું છે કે પશુ દવાખાના પર પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સક કે પશુધન નિરિક્ષક નથી આવતા. ગ્રામજનોનો આક્રોશ લમ્પી વાયરસનો ગુજરાતમાં કહેર છે ત્યારે અમારા પશુઓને લમ્પી  વાયરસ થશે તો કોણ કરશે અમારા પશુઓની સારવાર કરશે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના રફાઈ ગામમાં તાલુકા કક્ષાનું બીજા નંબરનું પેટા પશુ દવાખાનું આવેલ છે. આ ગામમાં બે વાર પશુ દવાખાનું બનાવવામાં આવ્યું છે. હાલમાં જે પશુ દવાખાનું છે જેનું ખાતમુહૂર્ત 2016 માં કરીને નવીન પશુ દવાખાનું તૈયાર કરવામાં આવ્યું હતું. લોકોને આશા હતી કે આસપાસના પશુપાલકોના પશુઓની સારી સારવાર થશે. પરંતુ પશુ દવાખાનું નવું બની ગયું પણ હજી સુધી પશુઓની સારવાર કરી શકે તે માટે નવીન પશુધન નિરિક્ષકની નિમણુક કરવામાં આવી નથી. આ પશુ દવાખાના પર લાગેલા તાળા કાયમ માટે ખુલે અને પશુ ચિકિત્સક કે પશુધન નિરિક્ષક પશુ દવાખાનામાં આવે તેની કાગડોળે પશુપાલકો રાહ જોઈ રહ્યા છે.

ADVERTISEMENT

હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં લમ્પી  વાયરસનો કહેર છે અને મહીસાગર જિલ્લામાં પણ લમ્પી  વયરસના 1033 કેસ સામે આવ્યા છે. વાયરસના કારણે 17 પશુઓના મૃત્યુ થયા છે. ત્યારે આ ગામમાં લમ્પી  વાયરસના કેસ સામે આવે તો પશુની સારવાર કેવી રીતે કરવી તેનો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે પશુ દવાખાનામાં પશુ ચિકિત્સક કે પશુધન નિરીક્ષકની નિમણુંક કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

    follow whatsapp

    ADVERTISEMENT