પત્રકારત્વ અને ફોટોગ્રાફી જગતના દિગ્ગજ મધુરી કોટકનું નિધન, આજે અંતિમ સંસ્કાર…
મુંબઈઃ જેઓ 60 અને 70 દાયકાના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર રહી ચૂક્યા છે. તથા ચિત્રલેખાના સહસ્થાપક મધુરી કોટકનું 5 જાન્યુઆરીના દિવસે નિધન થયું છે. તેમણે 92 વર્ષની…
ADVERTISEMENT
મુંબઈઃ જેઓ 60 અને 70 દાયકાના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર રહી ચૂક્યા છે. તથા ચિત્રલેખાના સહસ્થાપક મધુરી કોટકનું 5 જાન્યુઆરીના દિવસે નિધન થયું છે. તેમણે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો. આજે શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મધુરી કોટકે દશકાઓ સુધી પોતાની આગવી શૈલીથી શ્રેષ્ઠ છાપ છોડી છે. મધુરી કોટકે તેમના પતિ વજુ કોટક પાસેથી પત્રકારત્વ અને ફોટોગ્રાફીના પાઠ ભણ્યા હતા.
મધુરી કોટકની સિદ્ધિઓ…
પત્રકાત્વ અને ફોટોગ્રાફી જગતમાં મધુરી કોટકનું મોટુ નામ છે. તેઓ ચિત્રલેખાના સહસંસ્થાપક છે. આની સાથે જ 60 અને 70ના દશકામાં મધુરી કોટક એક ખ્યાતનામ ફોટોગ્રાફર તરીકે પણ સતત કાર્યરત હતા. અહેવાલો પ્રમાણે 60 અને 70ના દાયકાની તમામ અભિનેત્રીઓ સાથે તેમનો ખાસ પરિચય હતો. તેમણે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ 20થી 30 વર્ષ સુધી સારા મેગેઝિનમાં છપાતા હતા.
નવલકથાના ઈતિહાસ સાથેનો સંબંધ…
હરકિશન મહેતા સાથેના તેમના એક કિસ્સાને આપણે યાદ કરીએ. અહેવાલો પ્રમાણે એક સમયે જગ્ગા ડાકુના વેરના વળામણાથી રાતોરાત ફેમસ થયેલા હરકિશનભાઈ મધુરી કોટકને મળવા પહોંચ્યા હતા. મધુરી કોટકે કહ્યું હતું કે હરકિશન મહેતા નવલકથા લખી શકે છે અને તેમને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારપછી તો હરકિશન મહેતા અને આગામી સિદ્ધિએ ઈતિહાસ રચી દીધો.
ADVERTISEMENT
ચિત્રલેખાનો પાયો નાખવામાં મોટુ યોગદાન
અહેવાલો પ્રમાણે વજુ કોટક 80 ટકા લેખો લખતા હતા જ્યારે ચિત્રલેખા શરૂ થયું. ત્યારપછી આની સફળતા પાછળ બે પાસાઓ જ તેમને સહાયરૂપ થયા. એક શિસ્તબદ્ધતા અને બીજુ પાસુ મધુરી કોટક. ચિત્રલેખાનો પાયો પણ મધુરી કોટકના સમર્થનથી જ મજબૂત થયો છે.
ADVERTISEMENT