દિગ્ગજ નેતા શરદ યાદવના આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર, 12 જાન્યુઆરીના થયું હતું અવસાન
નવી દિલ્હી: જનતા દળ યુનાઈટેડના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ સંસ્કાર આજે મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં તેમના વતન ખાતે કરવામાં આવશે. વતનના…
ADVERTISEMENT
નવી દિલ્હી: જનતા દળ યુનાઈટેડના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ સંસ્કાર આજે મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં તેમના વતન ખાતે કરવામાં આવશે. વતનના ઘરથી થોડે દૂર અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. બિહાર સરકારે તેમના નિધન પર શુક્રવારે રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી હતી.
શરદ યાદવના મોટા ભાઈ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી એસપીએસ યાદવે જણાવ્યું કે અંતિમ સંસ્કાર ઘરની નજીક જ કરવામાં આવશે. 14 જાન્યુઆરીએ સવારે 9 વાગે વિશેષ વિમાનમાં મૃતદેહને દિલ્હીથી ભોપાલ લાવવામાં આવશે. જ્યાંથી ત્યારબાદ માર્ગ માર્ગે વતન ગામ લાવવામાં આવશે. બપોરે એક વાગ્યે અંતિમ સંસ્કાર થશે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે શરદ યાદવનું 75 વર્ષની વયે મૃત્યુ થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શરદ યાદવ આ કારણે આવટા હતા ગુજરાત
શરદ યાદવની પાર્ટી જેડીયુનો ગુજરાતમાં એક માત્ર ધારાસભ્ય છોટુ વસાવા હતા. છોટુ વસાવા સાથે તેમનો ખાસ નાતો હતો અને મિત્રતા હતી. જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી હોય ત્યારે છોટુ વસાવાના પ્રચાર કરવા માટે મિત્રતાને કારણે શરદ યાદવ ગુજરાતમાં આવતા હતા. શરદ યાદવનું અવસાન થતાં છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર શરદ યાદવ સાથેના ફોટાના ફોટા પણ શેર કર્યા છે.
ADVERTISEMENT
શરદ યાદવની પુત્રી સુભાષિનીએ ટ્વીટર પર આપી માહિતી
શરદ યાદવની પુત્રી સુભાષિનીએ ટ્વીટર પર પોતાની પિતાની મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, પાપા નથી રહ્યા. આ નેતા પોતાના અનેક દશકોની રાજનીતિમાં અનેક વળાંકો જોયા છે. બિહારમાં લાલુ રાજને પણ તેઓ જોઇ ચુક્યા છે. જેડીયુને જમીનથી મજબુત કરી હતી. કેટલીક મહત્વની રાજનીતિક ઘટનાઓમાં એક સક્રિય ભુમિકા નિભાવતા રહ્યા.
બિહાર સરકારે એક દિવસ શોક પાળ્યો
બિહાર સરકારે વરિષ્ઠ સમાજવાદી નેતા શરદ યાદવના નિધન પર શુક્રવારે રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી હતી અને ગઈ કાલે બિહાર સરકારે શરદ યાદવના અવસાન પર શોક પાળ્યો હતો
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT