ખૂબ જ શક્તિશાળી છે હોલિકા દહનની ભસ્મ! આ ઉપાયથી દૂર થશે દુઃખ અને ઘરમાં થશે ધન વર્ષા

ADVERTISEMENT

 Holi 2024
હોલિકા દહનની એક ચપટી ભસ્મ ચમકાવી દેશે તમારી કિસ્મત
social share
google news

Holi 2024: ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચ 2024, રવિવારે હોલિકા દહન કરવામાં આવશે. હોળી રંગ, ખુશીઓ અને ઉલ્લાસની સાથે-સાથે અસત્ય પર સત્યના જીતનો પર્વ છે. હોલિકા દહન કરવાથી આસપાસની નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. જીવનમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ મેળવવાની દ્રષ્ટિએ હોળીનો તહેવાર ખૂબ જ ખાસ છે. જ્યોતિષ શાસ્ત્રમાં હોળીને લઈને કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે ખૂબ જ અસરકારક છે. 

ભસ્મના આ ખાસ ઉપાયો કરો 

હોલિકા દહનના દિવસે હોલિકાની ભસ્મ સાથે કરવામાં આવેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

આર્થિક સંકટ દૂર કરવાનો ઉપાય

આર્થિક સંકટ દૂર કરવા માટે હોલિકાની ભસ્મને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તમે એક નાની પડીકી બનાવીને તને તમારા પાકીટમાં પણ રાખી શકો છો. આનાથી આર્થિક સ્થિતિ સારી થવા લાગશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કાર્યમાં સફળતા મેળવવા માટે

કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા હોલિકાની ભસ્મથી કપાળ પર ચાંદલો કરો, આમ કરવાથી કાર્યોમાં સફળતા મળે છે.

ઘરમાં સુખ-શાંતિ લાવવાનો ઉપાય

હોલિકાની ભસ્મને શુભ મુહૂર્તમાં ઘરના ખૂણે-ખૂણે છાંટો, તેનાથી ઘરમાં ઝઘડાઓ દૂર થશે અને સુખ-શાંતિ આવશે.

ADVERTISEMENT

ખરાબ નજર દૂર કરવાનો ઉપાય

જો ઘરનો કોઈ સભ્ય સતત બીમાર રહેતો હોય અથવા કોઈ બાળકને વારંવાર નજર લાગી જતી હોય, તો હોલિકાની ભસ્મને કપડામાં બાંધીને વ્યક્તિના માથા પર સાત વાર ફેરવો અને પછી તેને માટીમાં દાટી દો. ટૂંક સમયમાં જ ફરક જોવા મળશે.

ADVERTISEMENT

નોંધઃ આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.
 

    follow whatsapp

    ADVERTISEMENT