સરકારી કાર્યક્રમમાં મંત્રીજીને સાંભળવા આવ્યા ખુબ ઓછા લોકો, મંત્રી ભીખુસિંહ પરમારે અધિકારીઓનો લીધો ઉઘડો
હિતેશ સુતરીયા, અરવલ્લી: જિલ્લામાં ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી છે જેમાં અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી ભીખુસિંહ પરમાર હજાર રહ્યા હતા. હાજર રહેલા મંત્રીએ તંત્ર…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા, અરવલ્લી: જિલ્લામાં ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી છે જેમાં અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી ભીખુસિંહ પરમાર હજાર રહ્યા હતા. હાજર રહેલા મંત્રીએ તંત્ર સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકો હજાર રહેતા જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.
આ કાર્યક્રમમાં ભીખુસિંહ પરમારે કહ્યું કે, 33 જિલ્લા છે આપદા આ કાર્યક્રમ એક જિલ્લામાં થતો હતો. જ્યારે અમારા વિભાગમાં આવતું હટુ આટલે મને પૂછવામાં આવ્યું હતું. મી યાદી માંગી જેમાં 12 જિલ્લાની યાદી હતી જેમાં અરવલ્લી જિલ્લો હતો નહીં. મી ચર્ચા કરી અને કહ્યું કે અરવલ્લી જિલ્લામાં રાખો. અને આ રીતે અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમ રાખવાનું નક્કી થયું. મારો આશય અને અપેક્ષા એવી હતી. જોકે ખૂબ ટૂંકા સમયમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મી અધિકારીઓને કહ્યું હતુંકે મારી અપેક્ષા પ્રમાણે સંખ્યા થયા એવું થોડું ધ્યાનમાં લેજો. પણ એમા ક્યાંક ત્રૂટિ રહી હોય એવું મને જણાય છે. ચાલો વાંધો નહીં પણ ફરીથી જ્યારે અગત્યની માહિતી હોય, ગ્રાહકો સુધી પહોંચાડવાની હોય ત્યારે વધારે લોકો આવે એ ખુબ જરુરી છે. અધિકારીઓને મંત્રીજીએ સુફિયાણી સલાહો આપી દીધી. આ સલાહ પરથી તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ભલે બહુમતીથી જીતી હોય પણ જનતાના દિલમાં જગ્યા કાયમ કરવામાં ક્યાંકને ક્યાંક હજુ કચાશ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસને દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીજીની જીપ પણ લપસી હતી. અન્ન અને પૂરવઠા મંત્રીને ખ્યાલ જ નથી કે પોતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. ભીખુસિંહ પરમારે મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ગણાવ્યો. અને મંત્રીજીને છતાંય અભરખા હતા કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે.
ADVERTISEMENT
ADVERTISEMENT