રેરેસ્ટ ઓફ ધ રેર કેસ: બાળકીની હત્યા બાદ રેપ કર્યો અને પંખા સાથે લટકાવી દીધી, દુષ્કર્મીને મળી ફાંસીની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી/વલસાડ: વલસાડ જિલ્લામાં ઐતિહાસિક ચુકાદો આપતા પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મ અને હત્યાના ગુનામાં જેલમાં બંધ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વાપીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેને યુવકે પંખા સાથે લટકાવીને હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 2020ના આ બનાવમાં વાપી કોર્ટે આરોપીને દોષિત જાહેર કરીને દેહાંત દંડની સજા સંભળાવી છે.

રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માની આરોપીને ફાંસી
વલસાડ જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ ફાંસીની સજાનો પ્રથમ ચુકાદો સામે આવ્યો છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ સજા અંગે જણાવ્યું કે, બાળકીના પોસ્ટ મોર્ટમ દરમિયાન આરોપીના DNA સેમ્પલની તપાસ કરતા તે બાળકીના શરીરમાંથી મળ્યા હતા. સાથે જ પોલીસે તપાસ દરમિયાન અન્ય પૂરાવા એકત્રિત કર્યા હતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેને ધ્યાનમાં રાખી અને પીડિતાના પરિવારની અપીલ હતી કે કેસને રેરેસ્ટ ઓફ ધ રેસ કેસ માની સજા કરવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને વાપી કોર્ટે આરોપીને દોષિત જાહેર કરીને મૃત્યુદંડ સજા સંભળાવી છે.

આ પણ વાંચો: પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

શું હતી ઘટના?
વર્ષ 2020માં ફેબ્રુઆરીમાં વાપીમાં પાડોશમાં રહેતા યુવકે પરિવારની ગેરહાજરીમાં 9 વર્ષની પીડિતા સ્કૂલેથી ઘરે પહોંચતા ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ના પાડતા પહેલા આરોપી જતો રહ્યો અને બાદમાં પ્લાનિંગ સાથે આવ્યો અને ઘરમાં ઘુસી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે બાળકી તાબે ન થઈ તો તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું અને લાશને પંખા સાથે લટકાવી પછી મિત્રો સાથે ચિકન પાર્ટી કરવા માટે જતો રહ્યો હતો. બાદમાં પોલીસ ત્યાં પહોંચતા તેને પોતે પકડાઈ જશે એવું લાગતો ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. જે બાદ આરોપીએ પોતે 18 વર્ષથી ઓછી ઉંમરનો હોવાનું કહ્યું હતું, જેથી પોલીસે પહેલા આ અંગે તપાસ કરી અને આરોપી 19 વર્ષનો હતો. બાદમાં તેની સામે કેસ ચલાવ્યો અને તપાસ કરતા તેના DNA બાળકીના મૃત શરીરમાંથી મળી આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT