નોટ પર ભગવાનના ફોટાને લઈને વણઝારએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક પક્ષની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ પૂર્વ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક પક્ષની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ પૂર્વ આઇપીએસ ડી. જી. વણઝારા પ્રજા વિજય પક્ષ સાથે મેદાને ઉતરી ચૂક્યા છે. ત્યારે નોટ પર હિન્દુ દેવી દેવતાના ફોટા અંગે નિવેદન આપતા કહ્યું કે, શું ફરક પડે ફોટો આ કોઈ અંદરનો ભાવ નથી રાજકીય ડિમાન્ડ છે. આ રાજકીય પ્રક્રિયાનો હિસ્સો છે.
નોટ પર ભગવાનની તસવીરને લઈ નિવેદન આપતાં કહ્યું કે, રાજકીય દાવ પેચ છે, કોઈનો અંદરનો ભાવ નથી. લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો નોટ પર હોવા જોઈ કે નહીં તો હોય તો શું ફરક પડે છે. આ કોઈ અંદરનો ભાવ નથી રાજકીય ડિમાન્ડ છે. આ રાજકીય પ્રક્રિયાનો હિસ્સો છે.
બ્રિજ તૂટવાનું કારણ ભ્રષ્ટાચાર છે
મોરબીની ઘટના લઈ નિવેદન આપતા વણઝારાએ કહ્યું કે, મોરબીનો પુલ 1887 માં બન્યો હતો. ઇંગ્લિશ કંપનીએ આ બ્રિજ બનાવ્યો હતો. 150 વર્ષ સુધી પુલ રહ્યો. રિપેર કર્યા બાદ બ્રિજ તૂટયો. આ માનવ સર્જિત હોનારત છે. બ્રિજ તૂટવાનું કારણ ભ્રષ્ટાચાર છે. 150 વર્ષ સુધી કઈ ન થયું. 4 દિવસમાં બ્રિજ તૂટી ગયું છે. રાજ્યમાં ભય અને ભ્રષ્ટાચાર છે. બ્રિજ ની ક્વોલિટી ચેક ન કરી. આ સરકારની ભૂલ છે.
ADVERTISEMENT
લો એન્ડ ઓર્ડર પર ધ્યાન આપશુ
વણઝારાએ કહ્યું કે, આજે સારા લોકો સરકાર પાસે જતાં ડરે છે. ગુંડાઑ ખુશ છે. અમે લો એન્ડ ઓર્ડર પર ભાર આપીશું. ભ્રષ્ટાચાર દૂર કરી અને ગરીબી અને બેરોજગારી દૂર કરીશું. અમારી પાસે મુખ્યમંત્રી પદના ચહેરા ઘણા છે.
ADVERTISEMENT