ચીકુ ફેસ્ટિલ: ખેડૂતોએ ચીકુમાંથી અથાણું, ચોકલેટ નામ પણ ન સાંભળ્યું હોય એવી અવનવી વાનગીઓ બનાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી/ વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા બોરડીમાં બે દિવસીય ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીકુ પકવતા ખેડૂતો ભાગ લે છે. આ ફેસ્ટિવલમાં ચીકૂમાંથી બનતી અવનવી વાગીઓ રજૂ કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના દિવસે શરૂ થયેલો આ ચીકુ ફેસ્ટિવલ આજે 19મીએ પણ ચાલુ રહેશે. જેમાં ચીકુનું અથાણું, ચીકુની ચોકલેટ, ચીકુની મીઠાઈ સહિત 40થી વધુ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો આ વાનગીઓનો સ્વાદ માણવા માટે ઉમટી પડ્યા હતા.

રોજ 300 ટન ચીકુનું ઉત્પાદન થઈ રહ્યું છે
વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રના બોરડીમાં મોટાપાયે ખેડૂતોની ચીકુની વાડીઓ આવેલી છે. હાલ આ વિસ્તારમાં રોજ 300 ટન ચીકુનું ઉત્પાદન થઈ રહ્યું છે. બોરડી તેના ચીકુ માટે જગવિખ્યાત છે અને તેને જી.આઈ ટેગ પણ મળેલું છે. દર વર્ષે આ વિસ્તારમાં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં ચીકુના ફળ, જ્યુસ, ચોકલેટ અથાણા સહિતની વિવિધ બનાવટની વાગતીઓને વેચાણ માટે તથા પ્રદર્શન માટે મૂકવામાં આવે છે.

ADVERTISEMENT

બોરડી તથા દહાણુ વિસ્તારની સંસ્કૃતિ અને વિવિધ કલાઓનાં રંગોને ઉજાગર કરતાં ચીકુ ફેસ્ટિવલનું આ નવમું આયોજન છે. મહારાષ્ટ્ર ટુરીઝમ અને એનકેસીસીએનાં નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT