વડોદરામાં બારીની ગ્રીલ ખોલી ચોરે કંપનીની તિજોરી સાફ કરી નાખી, CCTVમાં કેદ થઈ ઘટના

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક/ વડોદરા: વડોદરાના કરજણમાં પુરાલી ગામમાં કંપનીમાંથી તસ્કરોએ હાથ સાફ કર્યા હોવાની ઘટના બની હતી. મોડી રાત્રે સનમ પાઈસીસ એન્ડ ફુડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અજાણ્યા ઈસમોએ કંપનીની ઓફિસની ગ્રીલ ખોલીને અંદર પ્રવેશ્યા હતા. બાદમાં તિજોરીમાં મૂકેલા રોકડા 1.23 લાખ તેમજ ચાંદીને 228 સિક્કા મળીને કુલ 1.40 લાખની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના કંપનીની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
ચોરીના બનાવ અંગે જાણ થતા જ કંપનીના મેનેજરે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. કંપનીના સીસીટીવી કેમેરામાં ચોર કેદ થઈ ગયો હતો. જેમાં તે એક બાદ એક ઓફિસમાં તમામ ખાનામાં જ્યાં પણ કિંમતી વસ્તુઓ મળે ત્યાં હાથ સાફ કરતા દેખાય છે. કોઈપણ કેબિનનો દરવાજો બંધ ન થઈ જાય એટલે વચ્ચે ખુરશી પણ મૂકતો દેખાય છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT