વડોદરામાં માતાએ દીકરીઓને ઝેર પીવડાવ્યું, તો પણ ના મરી તો ગળું દબાવ્યું, પોતે કર્યો આપઘાતનો પ્રયાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ આર્થિક સમસ્યાઓના કારણે ઘણા પરિવારો સામૂહિક મૃત્યુની ચાદર ઓઢી ગયાની ઘટનાઓ આપણે જોઈ છે. આવી જ એક ઘટના વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઘટી છે જેમાં માતાએ બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ માતાને સારવાર માટે હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવી છે. જોકે બીજી બાજુ કરુણતા એ વાતની છે કે પોતાના સુંદર ભવિષ્યના સપના જોતી બે દીકરીઓ મોતને ભેટી છે. પોલીસે ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માતા બચી પણ દીકરીઓના મોત
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં એક ભાડાના મકાનમાં દક્ષાબેન ચૌહાણ પોતાની બે દીકરીઓ સાથે રહેતા હતા. હજુ 20 દિવસ પહેલા જ તેઓ અહીં રહેવા આવ્યા હતા. તેઓ ઘણા સમયથી આર્થિક સંક્ડામણથી લડી રહ્યા હતા. દરેક મધ્યમ વર્ગીય પરિવારની જેમ આ બંને દીકરીઓ પણ પોતાના ભવિષ્યમાં કાંઈક કરવા માગતી હતી. મોટી દીકરી હની ચૌહાણને તો એર હોસ્ટેસ બનવું હતું. જોકે તેમને તેમની સગી માતાએ જ ઝેરી દવા પીવડાવી અને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સાથે જ પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને બચાવી લેવામાં આવી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

UCCના અમલ પહેલા મહીસાગરમાં વિરોધનું વંટોળઃ ‘સરકાર સમાજ સાથે ચર્ચા કરે’

અન્ય કોઈની પણ મદદ મળી હોવાની વાત
આ પરિવારની મોટી દીકરી હની ચૌહાણ ટી વાય બીકોમમાં અભ્યાસ કરતી હતી જ્યારે નાની દીકરી શાલિની ચૌહાણ ધોરણ 9માં ભણતી હતી. માતાએ બંને દીકરીઓને હાથ પગ બાંધી દઈ તેમને ઝેરી દવા પીવડાવી દીધી હતી પરંતુ છતા તેઓના જીવ ના જતા તેમના ગળા દબાવ્યા હતા. જેમાં બંનેનું મૃત્યુ થયું હતું. જે પછી પોતે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બંને દીકરીઓને બાંધી દેવી તેમની હત્યા કરવાને લઈને અનેક શંકાઓ પણ ઊભી થઈ રહી છે. હાલ એ પણ ચર્ચા છે કે તેમની સાથે અન્ય કોઈ મદદગારીમાં હોઈ શકે છે. જોકે તે આગામી સમયમાં સામે આવશે કારણ કે અહીં વહેલી સવારે અન્ય એક મહિલાએ આ ઘરમાંથી નીકળતા કોઈ વ્યક્તિને જોઈ ચોર ચોરની બુમો પણ પાડી હતી. જે પછી ઘરમાં દક્ષાબેનને ફાંસો ખાધેલી હાલતમાં નીચે ઉતારવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

લોકો બચાવવા જતા પણ તેઓ ધક્કા મારતા
તેમણે રાત્રે જ પોતાની ફોઈની દીકરી સાથે વાત કરી હતી. જ્યારે આજે તેમણે આ પગલું ભરી લીધું હતું. આ બંને દીકરીઓની માતા દક્ષાબેનનું સાસરું વિરમગામ થતું હતું પરંતુ તેમના છૂટા છેડા થઈ ચુક્યા છે. છેલ્લા 15 વર્ષથી તે પોતાના પિતાના ત્યાં રહેતા હતા. જોકે તેને સતત ચિંતા થતી હતી કે મારું કોણ થોડા સમય જુદા પડીને ભાડાના મકાનમાં રહેવા નીકળ્યા હતા. ગતરોજ જે બન્યું ત્યારે બુમરાણ મચી ગઈ હતી ત્યારે દક્ષાબેનને લોકો બચાવવા મથી રહ્યા હતા પણ પોતે તેમને ધક્કા મારી આપઘાત કરવાના વારંવાર પ્રયાસ કરતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT