Big Breaking: હરણી હોનારત કેસમાં પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો
હરણી હોનારત કેસમાં પોલીસને હાથ લાગી મોટી સફળતા કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે…
ADVERTISEMENT
- હરણી હોનારત કેસમાં પોલીસને હાથ લાગી મોટી સફળતા
- કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો
- વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે ઝડપાયો
Vadodara Harni Lake Tragedy: વડોદરાની (Vadodara Tragedy) હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિકમાં ગયા હતા. આ દરમિયાન હરણી તળાવમાં બોટિંગ કરતી વખતે ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. જેથી પાણીમાં ડૂબી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. જ્યાર બાદ એક SIT ની રચના કરવામાં આવી હતી. આ મામલે પોલીસને મળી સફળતા છે. કોટિયા પ્રોજેક્ટ પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસના સકંજામાં આવી ગયો છે.
હરણી હોનારત કેસમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો
માહિતી મળી રહી છે કે, હરણી હોનારત કેસમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ જ્યારે વકીલને બસમાં મળવા ગયો હતો આ સમયે તે પોલીસના સકંજામાં આવ્યો હતો. SIT ની ટીમે હાલોલ-વડોદરા હાઇવે પરથી તેને દબોચી લીધો હતો. હવે પરેશ શાહનો ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થયા તેવી અપેક્ષા છે. અત્યાર સુધીમાં પોલીસને હાથ લાગેલી આ મોટી સફળતા માનવામાં આવી રહી છે.
SITમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો
1. ટીમમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાને અધ્યક્ષ બનાવ્યા
2. ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી
3. ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાને સુપરવિઝન અધિકારી
4. ACP ક્રાઇમ એચ એ રાઠોડ – તપાસ અધિકારી
5. હરણી PI – સી બી ટંડેલ – સભ્ય
6. ક્રાઇમ બ્રાન્ચ PI – એમ એફ ચૌધરી – સભ્ય
7. ક્રાઈમ બ્રાન્ચ PSI પી એમ ધાકડા – સભ્ય
ADVERTISEMENT
વડોદરામાં શું બની હતી ઘટના?
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
જોત-જોતામાં ડૂબી બોટ
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT