હવે કૂતરાઓને પણ ટેક્સ આપવો પડશે! ગુજરાતમાં આ શહેરમાં પાલિકા પાળતુ શ્વાન પર ટેક્સ ઉઘરાવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: ગુજરાતમાં પહેલીવાર કોઈ કોર્પોરેશન દ્વારા પાળતુ શ્વાન પર વેરો ઉઘરાવવાની વિચારણા ચાલી રહી છે. વડોદરા શહેરમાં પાળતુ શ્વાન પર ટેક્સ લેવાનું મહાનગર પાલિકાનું આયોજન છે. શહેરના 5 ટકા ઘરોમાં રહેલા અંદાજે 30 હજાર પાળતુ શ્વાન પર ટેક્સ લાદવાથી પાલિકાને રૂ.1 કરોડની આવક થવાનો પણ અંદાજ છે.

કેટલો વેરો નાખવાની વિચારણા?
વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમાં ચર્ચા મુજબ દર ત્રણ વર્ષે રૂ.1000નો વેરો લેવાની વિચારણા ચાલી રહી છે. જોકે આ વેરાનો અમલ ક્યારથી કરાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. શક્ય છે કે પહેલા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને પછી શહેરીજનોને સ્વૈચ્છિક રજિસ્ટ્રેશન માટે કહેવાઈ શકે છે. વડોદરા શહેરમાં અંદાજ મુજબ 30 હજાર જેટલા પાળતુ શ્વાનો છે. તેમના પર ટેક્સથી પાલિકાને રૂ.1 કરોડનો ટેક્સ વસૂલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: વડોદરામાં લગ્નમાં વર-વધુને મળેલા ગિફ્ટ્સની ચોરી, CCTVમાં 12 વર્ષનો ટેણિયો સામાન લઈને જતા દેખાયો

ADVERTISEMENT

વડોદરામાં કેટલા રજીસ્ટર ડોગ્સ?
વડોદરામાં યુનાઈટેડ કેનલ ક્લબ અને કેસીઆઈ ક્લબોમાં 25 હજાર જેટલા ડોગ્સ રજીસ્ટર થયેલા છે. આ ઉપરાંત પણ મિક્સબ્રિડના 25 હજાર જેટલા શ્વાન હોવાનું અનુમાન છે. પાલિકાને દરેક પાળતુ શ્વાનની ઓળખ માટે માઈક્રોચીપ લગાવવી પડશે. હાલમાં ખાનગી ક્લબો પાસેથી રૂ.450થી રૂ.500નો ચાર્જ માઈક્રોચીપ ફિટ કરવા માટે વસૂલાય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT