કાર્યવાહી: નકલી ધરપકડનો વીડિયો બનાવીને બરાબરની ફસાઈ ઉર્ફી જાવેદ, મુંબઈ પોલીસે લીધું એક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Urfi Javed Fake Arrest Video Case: ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ અને ફેશન સેન્સને લઈને હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાની એક નકલી ધરપકડનો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેના અતરંગી અને ટૂંકા કપડાના કારણે મહિલા પોલીસ તેની ધરપકડ કરતા અને તેને પોલીસ સ્ટેશન લઈ જતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો, હવે મુંબઈ પોલીસે આ વીડિયો પર એક્શન લીધું છે અને ઉર્ફી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

મુંબઈ પોલીસે આપી જાણકારી

મુંબઈ પોલીસે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ઉર્ફીના વીડિયોના એક બ્લર સ્ક્રીનશોટ શેર કરીને મુંબઈ પોલીસે કૅપ્શનમાં લખ્યું,’સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ દેશના કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં! અશ્લીલતાના કેસમાં એક મહિલાની કથિત રીતે ધરપકડ કરતી મુંબઈ પોલીસનો વાયરલ વીડિયો સાચો નથી.”

 

View this post on Instagram

 

A post shared by Mumbai Police (@mumbaipolice)

ADVERTISEMENT

‘યુનિફોર્મનો દુરુપયોગ થયો છે’

મુંબઈ પોલીસે લખ્યું કે,’સિમ્બોલ અને યુનિફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જોકે, ભ્રામક વીડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ ઓશિવારા PSTN ખાતે કલમ 171, 419, 500, 34 IPC હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે, નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.’

ADVERTISEMENT

શું હતું વીડિયોમાં?

તમને જણાવી દઈએ કે, ગઈકાલે ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલા પોલીસકર્મીઓ તેની પાસે આવે છે અને તેને પોતાની સાથે પોલીસ સ્ટેશન આવવા જણાવે છે. જ્યારે ઉર્ફી પોલીસકર્મીઓને તેના ગુના વિશે પૂછે છે, ત્યારે નકલી મહિલા પોલીસકર્મી તેને કહે છે કે તેણે ટૂંકા કપડા પહેર્યા હોવાથી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહી છે.આ પછી તેઓ ઉર્ફીને જીપમાં બેસાડે છે અને લઈ જાય છે. આ વીડિયો ઉર્ફીએ પબ્લિસિટી માટે બનાવ્યો હતો, જે બાદ મુંબઈ પોલીસે કાર્યવાહી કરી છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT