સ્મૃતિ ઈરાનીના રોડ શોમાં હોબાળો, BJP કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા….

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોડાસાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન થશે. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીનાં રોડશો દરમિયાન હોબાળો થયો છે. નોંધનીય છે કે હવે ચૂંટણી પ્રચારને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સ્મૃતિ ઈરાનીના રોડ શો પહેલા ભાજપના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાણો આ કિસ્સાને વિગતવાર…

ભાજપના કાર્યકર અને પોલીસ વચ્ચે ઘર્ષણ
નોંધનીય છે કે સ્મૃતિ ઈરાની પણ ગુજરાતમાં ભાજપના એક સ્ટાર પ્રચારક તરીકે કાર્યરત છે. તેવામાં આજે મોડાસા ખાતે ઈરાનીના રોડશોમાં હોબાળો થયો હતો. સૌથી પહેલા અહીં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ રોડશોમાં જોડાયા હતા. ત્યારે કાર્યકર્તા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

ADVERTISEMENT

પોલીસ-કાર્યકર્તા વચ્ચે તૂ-તૂ-મેં-મેં..
ભાજપના કાર્યકર્તાને કોઈક કારણોને લઈને પોલીસ સાથે બોલવાનું થયું હતું. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દલિલ થતા મામલો બીચક્યો હતો. પોલીસ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થતા આસપાસથી અન્ય કાર્યકર્તાઓ પણ ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન અન્ય કાર્યકર્તાએ મામલો થાળે પાડ્યો હતો. જોકે પોલીસનું ગ્રુપ અને એ કાર્યકર્તા વચ્ચે તૂ-તૂ-મેં-મેં થતા વાતાવરણ ગરમાઈ ગયું હતું.

With Input: હિતેશ સુતરિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT