કેજરીવાલના આગમન સમયે અજાણ્યા શખસે ફેંકી પાણીની બોટલ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ખોડલધામ રાસોત્વસમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમના આગમન સમયે અજાણ્યા શખસે અચાનક પાણીની બોટલનો ઘા કર્યો હતો. જોકે સદનસીબે આ બોટલ તેમના માથા પરથી પસાર થઈ જતા વાગી નહોતી. જોકે આને જોતા તેમની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠી શકે એવું અનુમાન લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે ત્યારપછી જનતાના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને ખાડાઓમાં રસ્તા હોવા સહિતની હાલાકી વિશે તંત્રને ઘેર્યું હતું.

બોટલ કોણે ફેંકી?
AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માન રાજકોટની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓ નીલસિટી ક્લબ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં અરવિંદ કેજરીવાલે જેવો પ્રવેશ કર્યો કે તરત કોઈ અજાણ્યા શખસે બોટલનો ઘા કર્યો હતો. જોકે તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી.

કેજરીવાલે કહ્યું.. પાટીદારો સાથે ગરબાની ઉજવણી કરવા આવ્યો
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અત્યારે ખોડલધામમાં હું પાટીદારો સાથે રાજકીય ચર્ચા કરવા માટે નથી આવ્યો. માત્ર તેમના સાથે ગરબાની ઉજવણી કરવા આવ્યો છું. જોકે ત્યારપછી ભગવંત માને ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. તેમણે પંજાબી સ્ટાઈલમાં ગરબા કર્યા હતા. ત્યારપછી કેજરીવાલે જનતાના વિવિધ મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.

ADVERTISEMENT

AAP વિકલ્પ તરીકે ઉભરી આવી…
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે અત્યારે શહેરના બિસ્માર રસ્તાઓ જોઈને મને દુખ થાય છે. એમ લાગે છે કે ખાડાઓમાં રસ્તો બનાવ્યો છે. લોકો પાસે પહેલા કોઈ વિકલ્પ હતો પણ નહીં, પરંતુ AAPના આગમનથી હવે અમે વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.

With Input- નિલેશ શિશાંગિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT