કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ગુજરાતના પ્રવાસે, ભાજપના હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં આપશે હાજરી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની સત્તાનું સિંહાસન મેળવવા રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દેશભરમાંથી દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની સત્તાનું સિંહાસન મેળવવા રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દેશભરમાંથી દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સ્મૃતિ ઈરાની ભાજપના હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં હાજરી આપશે.
હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમની કરશે શરૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ સત્તાનું પુનરાવર્તન માટે માંથી રહી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તાનું પરિવર્તન માટે પૂરી તાકાતથી મેદાને ઉતરી ચૂક્યા છે અને ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાઓ પ્રવાસ કરી રહ્યા છે અને રણનીતિ ઘડી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપનો મહિલા કોનકલેવ હેલ્લો કમલ શક્તિનો પ્રારંભ આજે સ્મૃતિ ઈરાની તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે થઈ રહ્યો છે.
હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં જોડાશે
જેમાં ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરશે. આ નંબર પર મહિલાઓ મિસ કોલ કરી શકશે. જે બાદ મહિલાઓ સાથે ભાજપ નેતા સંવાદ કરી શકશે. હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમની શરૂઆત બાદ ગુર્જત પ્રવાસે આવેલ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની મહિલાના ઘરે જઈ અને હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં જોડાશે.
ADVERTISEMENT
ગુજરાતમાં નેતાઓના ધામા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓ પ્રચાર મોડમાં આવી ચૂક્યા છે. છેલ્લા 2 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. ત્યારે હવે આજે આમ આદમી પાર્ટીના એક સાથે 4 નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ સાથે ભાજપના નેતા સ્મૃતિ ઈરાની પણ ગુજરાતના પ્રવાસે છે.
ADVERTISEMENT