દાદા અને પિતા બાદ હવે દીકરાનું મર્ડર....શૂટરે ગેંગસ્ટર Ameer Balaj Tipu ને ગોળીથી વીંધી નાખ્યો
પાકિસ્તાન (Pakistan)ના લાહોર (Lahore)માં અંડરવર્લ્ડ ડોન આમિર બાલાજ ટીપુ (Ameer Balaj Tipu )ની હત્યાના સમાચાર છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અંડરવર્લ્ડ ડોન આમિર બાલાજ ટીપુની હત્યા
હુમલાખોરે ગોળી મારીને આમિરની હત્યા કરી
અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી
Underworld Don Ameer Balaj Tipu: પાકિસ્તાન (Pakistan)ના લાહોર (Lahore)માં અંડરવર્લ્ડ ડોન આમિર બાલાજ ટીપુ (Ameer Balaj Tipu )ની હત્યાના સમાચાર છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પ્રસંગ દરમિયાન હુમલાખોરે ગોળી મારીને આમિરની હત્યા કરી નાખી. હાલમાં, અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
કોણ હતો આમિર બાલાજ ટીપુ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાલાજ ટીપુની ગણતરી લાહોર અંડરવર્લ્ડના સૌથી ખતરનાક અને પ્રભાવશાળી લોકોમાં થતી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. આમિર બાલાજ ટીપુના પિતા આરીફ આમિર ઉર્ફે ટીપુ ટ્રકનવાલા પણ 2010માં અલ્લામા ઈકબાલ એરપોર્ટ પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા. તો આમિરના દાદા પણ જૂની દુશ્મનીમાં માર્યા ગયા હતા. આમિર બાલાજ ટીપુ ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલો હતો. આમિર, તેના પિતા અને દાદા ત્રણેય અંડરવર્લ્ડ ડોન રહી ચૂક્યા છે.
Tipu Tarakan Wala Son Amir Balaj (Ameer Balaj) Tipu Killed in Lahore | Breaking News | Express News pic.twitter.com/hXoFUEn2vW
— Rana Asif (@rana_asif_333) February 19, 2024
સમર્થકોમાં શોક અને નારાજગી
જણાવવામાં આવે છે કે જ્યારથી બાલાજના મોતના સમાચાર આવ્યા છે ત્યારથી તેના સમર્થકોમાં શોક અને નારાજગી છે. અધિકારીઓએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સંપૂર્ણ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
કેવી રીતે થઈ હત્યા?
કહેવામાં આવી રહ્યું છે કે 18 ફેબ્રુઆરીએ ચુંગ વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન બાલાજની હત્યા કરવામાં આવી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ પોલીસના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે હુમલાખોરોએ બાલાજ અને અન્ય બે મહેમાનો પર પણ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાલાજ લાહોરના ટ્રક ટ્રાન્સપોર્ટ નેટવર્કના ક્ષેત્રમાં પણ એક મોટું નામ હતું.
હુમલાખોરનું મોત
જવાબી કાર્યવાહીમાં હથિયારોથી સજ્જ બાલાજના સાથીઓએ પણ ગોળીબાર કર્યો હતો, જેના કારણે હુમલાખોરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT