ચૂંટણી ટાણે આ કર્મચારીને જલસા, સરકારે પગારમાં કર્યો તોતિંગ વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે અનેક કર્મચારીઓને દિવાળી આવી ગઈ છે. ચૂંટણી નજીક આવતા કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. જેમાં મોટા ભાગે રાજ્ય સરકારે દરેક લોકોની માંગ સ્વીકારીને આંદોલનની આગ ઠારી દીધી છે. રાજકીય વાતાવરણ શાંત કરવાના સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળના કાર્યરત સંચાલકોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

એક તરફ ચૂંટણી નજીક છે ટૂંક સમેંઆ ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે તોચૂંટણી સમયે ભાજપ કોઈ જોખમ લેવા માંગતી નથી, ત્યારે મધ્યાહન ભોજન યોજનામાં કાર્યરત કર્મચારીઓના દિવાળી પહેલા જ સરકારે તેમના પગારને લઈને મહત્વની જાહેરાત કરી છે. માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામા આવ્યા છે.

શિક્ષનમંત્રી વઘાણીએ ટ્વિટ કરી આપી માહિતી
જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામા આવ્યા છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT