BJPના ધારાસભ્યએ જાહેર મંચથી કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘મારી હત્યાની સોપારી અપાઈ છે…’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીર સોમનાથ: ઉનાના BJPના ધારાસભ્યએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. એક સમુહ લગ્નમાં હાજરી આપવા ગયેલા ભાજપના ધારાસભ્ય કે.સી રાઠોડે જાહેર ભાષણ દરમિયાન તેમની હત્યાનું કાવતરું રચવામાં આવી રહ્યું હોવાનું તથા સોપારી અપાયાની આશંકા વ્યક્ત કરી. ખુદ ભાજપના જ નેતાએ જાહેર મંચ પરથી આ રીતની આશંકા વ્યક્ત કરતા મોટો ખળભળાટ મચી ગયો છે.

ભાજપના નેતાએ શું કર્યો ખુલાસો
આ અંગે ધારાસભ્ય કે.સી રાઠોડે કહ્યું કે, તેમની હત્યાનું ષડયંત્ર લાંબા સમયથી રચવામાં આવતું હોવાનું તથા હત્યાની સોપારી અપાઈ હોય તેવી આશંકા છે. કે.સી રાઠોડે પોતાની હત્યાના ષડયંત્ર પાછળ ભૂમાફિયા અને બુટલેગરો હોવાની આશંકા દર્શાવી. તેમણે કહ્યું કે, ભૂમાફિયાની પાછળ રાજકીય હાથ હોય જ અને રાજકીય હિત માટે પણ આ કૃત્ય થતું હોય એવું જણાય છે. અગાઉ પણ મારા પર ફાયરિંગ થયું હતું. જેની ફરિયાદ પણ દાખલ કરી અને તપાસ થઈ જે બાબતે સમાધાન થઈ ગયું છે.

પોલીસે 2 SRP ગાર્ડ સુરક્ષામાં આપ્યા
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, મેં આ મામલે પોલીસને જાણ કરી છે. મને પોલીસે 2 SRP જવાનો ગાર્ડ તરીકે સુરક્ષામાં આપ્યા છે. છતાં મને એવું લાગે છે કે મારી હત્યાનું ષડયંત્ર થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ ગાર્ડ હોવા છતા મારા પર હુમલા થઈ ચૂક્યા છે. પોલીસ મને પૂરતો સપોર્ટ કરી રહી છે. મારી હત્યા માટે રાજ્ય બહાર પણ સોપાઈ અપાઈ હોઈ શકે.ગઈકાલે સોમવારે તેઓ ઉના ખાતે એક સમુહ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ વિશે ખુલાસો કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT