ઉના બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતના રાજકારણનો માહોલ સતત ગરમાતો રહે છે. ભાજપ અને કોંગ્રેસની…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતના રાજકારણનો માહોલ સતત ગરમાતો રહે છે. ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે ત્યારે હવે ભાજપના ગુજરાતમાં મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. ભાજપને સત્તાથી દૂર કરવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે. આ વચ્ચે ગિરસોમનાથ જિલ્લાની ઉના બેઠક પર રાજકીય સમીકરણ અલગ જ જોવા મળ્યું છે. ઉના બેઠક પર ભાજપને એક જ વખત નેતૃત્વનો મોકો આપ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આવવાથી સમીકરણ બદલાશે કે પરીણામનું પુનરાવર્તન થશે તે જોવાનું રહ્યું
ભાજપ એક જ વખત જીત્યું છે
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી સત્તાના સિંહાસન પર રાજ કરી રહી છે. જો કે કેટલીક બેઠકો એવી છે કે જ્યાં આજ સુધી ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ નથી. આ બેઠકોમાંથી એક ઉના છે જ્યાં ભારતીય જનતા પાર્ટી 1962ની પ્રથમ ચૂંટણીથી લઈને છેલ્લી 2017 સુધી માત્ર એક જ વખત જીતી શકી છે. વર્ષ 2007માં, ભાજપના રાઠોડ કાળાભાઈએ કોંગ્રેસના પૂજાભાઈ વંશ સામે 10000+ મતોથી ઉના બેઠક જીતી હતી. આ સીટ પર અત્યાર સુધીમાં 6 વખત પૂજાભાઈએ ઝંપલાવ્યું છે. અને આ બેઠકને કોંગ્રેસનો ગઢ બનાવી છે.
રાજકીય ઇતિહાસ
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ ચાર બેઠકનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે. ભાજપ પાસે એક પણ બેઠક નથી. ઉના વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012 બાદ 93 બેઠક ક્રમાંકથી આ સીટ ઓળખાય છે. આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ આ બેઠક પર 9 વખત ચૂંટણી જીતી છે. જયારે ઉનાની જનતાએ ભાજપને ફક્ત એક વખત નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ (આઈ), SP અને જનતા દળ એક-એક વખત ચૂંટણી જીત્યા છે.
ADVERTISEMENT
2017નું સમીકરણ
ઉના બેઠક પર કુલ 2,67,043 મતદારો છે. જેમાંથી 1,36,799 પુરુષ મતદારો છે જયારે 1,30,241 સ્ત્રી મતદારો છે અને અન્ય 3 મતદાર છે. ઉના બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ વિધાનસભામાં ગીરગઢડા અને ઉના તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. 2017માં આ બેઠક પર કુલ 63.71% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે હરિભાઈ સોલંકીને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે પુંજાભાઈ વંશને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 42.27% એટલેકે 67847 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 48.56% એટલેકે 72775 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશે બાજી મારી હતી.
આ બેઠકની સમસ્યા
ઉનાની બેઠક વિસ્તારની દૃષ્ટિએ મોટી છે, પરંતુ નાના નગરો અને ગામડાઓમાં વહેંચાયેલી છે. 25 થી 2000ની વસ્તી ધરાવતા નાના વસવાટવાળા ગામોને હજુ પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. વીજળી, પાણી, રસ્તા, શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી આવશ્યક સુવિધાઓ પણ મોટાભાગના ગામોમાં ઉપલબ્ધ નથી. કોંગ્રેસના ધારાસભ્યો આ બેઠક પરથી 6 ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે, પરંતુ જનતાના હિત માટે કોઈ ખાસ કામ કરી શક્યા નથી. દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તાર વિકાસની દૃષ્ટિએ પછાત છે.
ADVERTISEMENT
આ કારણે બેઠક છે ચર્ચામાં
ઉના વિધાનસભા બેઠક પર કુલ 13 વખત ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પર ધારાસભ્ય પુંજા વંશનું વર્ચસ્વ વધારે છે. પુંજા વંશ જનતા દળમાંથી વર્ષ 1990માં ચૂંટણી જીત્યા હતા ત્યાર બાદ તે કોંગ્રેસમાં જોડાયા હતા. આ બેઠક પર પુંજા વંશ 6 વખત ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસ પોતાનો આ ગઢ ટકાવી રાખવા વંશને ફરી મેદાને ઉતારી શકે છે.
ADVERTISEMENT
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
- 1962- કોંગ્રેસના ઉમેદવાર રતુભાઇ અદાણી વિજેતા થયા
- 1967- કોંગ્રેસના ઉમેદવાર પી.જી.ઓઝા વિજેતા થયા
- 1972- કોંગ્રેસના ઉમેદવાર રતુભાઇ અદાણી વિજેતા થયા
- 1975- SPના ઉમેદવાર રસિકચંદ્ર આચાર્ય વિજેતા થયા.
- 1980-કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર ઉકાભાઇ ઝાલા વિજેતા થયા.
- 1985- કોંગ્રેસના ઉમેદવાર ઉકાભાઇ ઝાલા વિજેતા થયા.
- 1990- જનતા દળના ઉમેદવાર પુંજા વંશ વિજેતા થયા.
- 1995- કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશ વિજેતા થયા.
- 1998- કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશ વિજેતા થયા.
- 2002- કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશ વિજેતા થયા.
- 2007- ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડ વિજેતા થયા.
- 2012- કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશ વિજેતા થયા.
- 2017- કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશ વિજેતા થયા.
ADVERTISEMENT