‘…તો અલ્પેશ ઠાકોર હારશે, ભાજપની આ સીટ જાય’, રાધનપુરમાં BJPના કયા નેતાએ આપ્યું આવું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણ: પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર ઉમેદવારની જાહેરાત પહેલા જ ભાજપમાં ભડકો થવાના એંધાણ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવાના સંકેત પાટીલે આપ્યા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર દ્વારા આગામી 11 તારીખે સમીના રણાવાડા ગામે યોજાશે મહા સંમેલન યોજવા જઈ રહ્યા છે.

રાધનપુર ભાજપમાં બે ભાગલા
‘જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક, જીતશે સ્થાનિક’ તેવુ લખાણ વાળી પત્રિકા હાલમાં ફરતી થઈ છે. ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર ભાજપમાં અંદર ખાને બે ભાગલા થયા હોવાનું સામે આવી રહ્યું છે. રાધનપુર ભાજપમાં અંદર ખાને બે મોટા ભાગ થયા હોવાનું સામે આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ સીઆર પાટીલ દ્વારા આડકતરી રીતે અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવાની શુભેચ્છાઓ આપતા સ્થાનિક નેતાઓ હવે આકરા પાણીએ થયા છે અને તેમણે અલ્પેશ ઠાકોર સામે જ મોરચો માંડ્યો છે.

અલ્પેશ ઠાકોરનો વિરોધ
અલ્પેશ ઠાકોરના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારો અલ્પેશ ઠાકોર સામે પૂરતો વિરોધ છે. પરંતુ ભાજપ સામે કોઈ વિરોધ નથી. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. તેઓ ટિકિટ લઈને આવે તો ભાજપને આ સીટ જાય એમ છે.

ADVERTISEMENT

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા સર્વ જ્ઞાતિનું મહાસંમેલન
પત્રિકામાં લખ્યું છે કે, રાધનપુર, સાંતલપુર તાલુકાની અઢારે આલમ સર્વ જ્ઞાતિ મહાસંમેલન રાધનપુર વિધાનસભાની આગામી ચૂંટણી-2022માં અઢારે આલમ સર્વજ્ઞાતિમાંથી કોઈપણ સ્થાનિક વ્યક્તિને વિધાનસભા ટિકિટ આપવા તેમજ વિધાનસભા બહારનો કોઈપણ વ્યક્તિ નહીં તેવી માગણી સાથે સ્થાનિક સમર્થન માટે મહાસંમેલન રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોરના અધ્યક્ષ સ્થાના રણાવાડા મુકામે રાખેલ છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT