ગુજરાતમાં ‘આપ’નું ઝાડુ વેરવિખેર, Bhupat Bhayani બાદ વધુ 2 ધારાસભ્યો AAPને કહેશે અલવિદા!
Bhupat Bhayani News: લોકસભા ચૂંટણી પહેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો…
ADVERTISEMENT
Bhupat Bhayani News: લોકસભા ચૂંટણી પહેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી દીધી છે. ભૂપત ભાયાણી પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના વધુ બે ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. આ બંને ધારાસભ્યો પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે.
વધુ બે ધારાસભ્યો આપી શકે છે રાજીનામું!
AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
ભૂપત ભાયાણીએ AAP સાથે છેડો ફાડ્યો
મહત્વનું છે કે, વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તો વિધાનસભામાં AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થઈ ગયું છે.
ADVERTISEMENT
ભાજપમાં જોડાશે ભાયાણી
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, ‘હું પહેલા ભાજપનો જ કાર્યકર્તા હતો, ભાજપમાં મેં 22 વર્ષ કામ કર્યું છે. ભાજપે મને ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી.’
ADVERTISEMENT
ADVERTISEMENT