ધોની-જાડેજા વચ્ચે મેદાન પર ‘ટસલ’, વાયરલ VIDEO આવ્યો સામે
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ (DC) ને 77 રનથી હરાવ્યું. આ રીતે તેણે IPL પ્લેઓફમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ (DC) ને 77 રનથી હરાવ્યું. આ રીતે તેણે IPL પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં મંગળવારે તેનો સામનો હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ મેચ બાદ મહેન્દ્ર સિંહ અને રવિન્દ્ર જાડેજા વચ્ચેના ટસલનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો છે. આ ઘટના 20 મેના રોજ ચેન્નાઈ સામેની મેચ પછીની છે. જ્યારે તમામ ખેલાડીઓ મેચ પુરી થયા બાદ પરત ફરી રહ્યા હતા.
જોકે, આ બંને ખેલાડીઓ વચ્ચે ક્યા કારણોસર ઝઘડો થયો તેની વિગતો બહાર આવી નથી. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે. વિડિયો જોઈને લાગે છે કે જાડેજા કોઈ વાતથી ખુશ નથી. જ્યારે કેપ્ટન કૂલ ધોની તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન ધોની પણ જાડેજાના ખભા પર હાથ રાખે છે. આ પછી, બંને વચ્ચે વાતચીત સામાન્ય લાગે છે.
— A (@cricketvf) May 20, 2023
ADVERTISEMENT
મેચમાં જાડેજાનું બોલિંગ પ્રદર્શન શાનદાર રહ્યું ન હતું અને તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા હતા. જાડેજાને માત્ર એક જ વિકેટ મળી હતી. આ જ બેટિંગમાં જાડેજાએ 7 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ રીતે ચેન્નાઈએ 223 રનનો સ્કોર બનાવ્યો હતો.
જાડેજા કેપ્ટનશિપમાં ફ્લોપ રહ્યો
આઈપીએલની છેલ્લી સિઝનમાં જાડેજાએ ચેન્નાઈની કપ્તાની સંભાળી હતી. જ્યાં ચેન્નાઈએ શરૂઆતમાં 8 મેચમાંથી માત્ર બે જ જીત મેળવી હતી. આવી સ્થિતિમાં જાડેજાને સુકાની પદ પરથી હટાવીને એમએસ ધોનીને ફરીથી નેતૃત્વની કમાન સોંપવામાં આવી હતી. આમ છતાં ચેન્નાઈની ટીમ આઈપીએલના પ્લેઓફમાં પહોંચી શકી નથી.
ADVERTISEMENT
ચેન્નાઈ પ્લેઓફમાં 14 માંથી 12 વખત
જો કે, IPLની 14 સીઝનના ઈતિહાસમાં ચેન્નાઈ 12 વખત પ્લેઓફ મેચમાં જગ્યા બનાવી ચુકી છે. ચેન્નાઈએ આ આઈપીએલની 14માંથી 8 મેચ જીતી, 5માં હારનો સામનો કરવો પડ્યો. લખનૌ સામે રમાયેલી IPL મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે બંને ટીમોએ એક-એક પોઈન્ટ શેર કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT