મહાવિનાશ બાદ ફરી તુર્કીમાં ધરા ધ્રુજી, 6.4ના ભૂકંપથી 3નાં મોત 200થી વધુ લોકો ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Turkiye: તુર્કીમાં સોમવારે મોડી રાત્રે ફરી 6.4ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. હટાય પ્રાંતમાં આ તીવ્ર આંચકા અનુભવાયા છે. 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપ બાદ ફરી એકવાર ધરતી ધ્રૂજવાને કારણે તુર્કીમાં ગભરાટનો માહોલ છે. આ દરમિયાન રસ્તાઓ પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. હાલ એ સ્પષ્ટ નથી થયું કે કેટલું નુકસાન થયું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણી ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે.

ભૂકંપમાં અત્યાર સુધી 3 લોકોના મોત
માત્ર બે અઠવાડિયા પહેલા જ તુર્કી અને સીરિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું હતું કે, ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 213 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપ બાદ દિયારબાકીરના રહેવાસીઓ રસ્તા પર આવી ગયા છે. તુર્કી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે અગાઉના ભૂકંપથી ક્ષતિગ્રસ્ત ઘણી ઇમારતોને વધુ નુકસાન થયું છે. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ ચેતવણી આપી છે કે ભૂકંપ બાદ સમુદ્રમાં ઊંચા મોજા આવી શકે છે.

લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર ભાગ્યા
ત્યારે ફરી એકવાર તુર્કીની જમીન ધ્રૂજી રહી છે. 6.4ના જોરદાર આંચકાએ બધાને ડરાવી દીધા છે અને લોકોમાં ભયનો માહોલ છે. તેઓ હજુ ગયા ભૂકંપમાંથી બહાર નથી આવ્યા અને ફરી એકવાર વિનાશની ચિંતામાં છે. હવે આ ડર એટલા માટે છે કે અગાઉનો ભૂકંપ વિનાશક હતો. જો કે, નિકોસિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યાં તેની તીવ્રતા 6.2 રહી છે, એવું માનવામાં આવે છે કે તુર્કીના કારણે ત્યાં આંચકા અનુભવાયા હતા.

ADVERTISEMENT

6 ફેબ્રુઆરીએ 7.8નો આંચકો આવ્યો હતો
આ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ તુર્કીમાં ભૂકંપનો પહેલો આંચકો સવારે 4.17 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. તેના બરાબર દોઢ કલાક પછી સાંજે 5.30 કલાકે ભૂકંપનો 5મો આંચકો આવ્યો.

તુર્કીને પણ ભારત તરફથી મોટી મદદ મળી
તુર્કીમાં ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સતત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ અભિયાનમાં ભારતે તુર્કીની ઘણી મદદ કરી હતી. NDRFની ઘણી ટીમો મોકલવામાં આવી હતી, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી હતી. ભારતીય સેનાએ તુર્કીમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી હતી જ્યાં ઘાયલોને સારવાર મળી હતી. કેટલાક અન્ય દેશોએ પણ તેમના વતી તુર્કીને મદદ મોકલી હતી. ભારતની છેલ્લી NDRF ટીમ રવિવારે જ દેશ પરત ફરી છે. PM મોદી સોમવારે NDRFની તમામ ટીમોને મળ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT