તુર્કીમાં 24 કલાકમાં ભૂકંપનો ચોથો મોટો આંચકો, અત્યાર સુધી Turkey-Syriaમાં 4300થી વધુનાં મોત
ઈસ્તાંબુલ: તુર્કીમાં મંગળવારે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 5.9 હતી. તુર્કીમાં આ પહેલા સોમવારે પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો ભૂકંપ સવારે…
ADVERTISEMENT
ઈસ્તાંબુલ: તુર્કીમાં મંગળવારે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 5.9 હતી. તુર્કીમાં આ પહેલા સોમવારે પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો ભૂકંપ સવારે 4 વાગ્યે આવ્યો તેની તીવ્રતા 7.8 હતી. જેમાં ખૂબ તબાહી મચી. આ બાદ 7.5 અને 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા. તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 2900 લોકોના મોત થયા છે. તુર્કી અને સીરિયામાં મળીને કુલ 4300 લોકોના મોત થઈ ચૂક્યા છે. તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
સોમવારે સવારે 4.17 વાગ્યે પહેલો આંચકો આવ્યો
સોમવારે સવારે 4.17 વાગ્યે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો. જે જમીનથી 17.9 કિલોમીટર નીચે હતો. ભૂકંપનું કેન્દ્ર ગાજિયાટેપ પાસે હતું. આ સીરિયા બોર્ડરથી 90 કિલોમીટર દૂર સ્થિત છે. એવામાં સીરિયાના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીમાં આ 100 વર્ષનો સૌથી વધુ તીવ્રતાવાળો ભૂકંપ કહેવાઈ રહ્યો છે. US Geological Survey મુજબ, ભૂકંપ બાદ 77 ઝટકા આવ્યા. તેમાંથી એક 7.5ની તીવ્રતાનો હતો. જ્યારે એક ઝટકો 6ની તીવ્રતાનો હતો. આ તમામ આંચકાનું કેન્દ્ર ગાજિયાટેપથી 80 કિમીની ત્રિજ્યામાં હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘ડોન કા અડ્ડા’ કેફેમાં બેઠેલા બનેવીને છરીના ઘા મારીને સાળો ફરાર થઈ ગયો
ADVERTISEMENT
તુર્કી અને સીરિયામાં 4360 લોકોના મોત
તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપ બાદ તબાહી ચાલું છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 4360 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. તુર્કીના પ્રશાસનનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 5606 બિલ્ડીંગો ધરાશાયી થઈ ચૂકી છે. તબાહીના આવા દ્રશ્યો સીરિયામાં પણ જોવા મળી રહ્યા છે.
15000થી વધુ લોકો ઈજાગ્રસ્ત
તુર્કી અને સીરિયામાં 4360 ના મોત થયા જ્યારે 15000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ખરાબ હવામાન રેસ્ક્યૂ ટીમો માટે પડકાર ઊભો કરી રહી છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ટીમના હેલિકોપ્ટર ઊડાણ નથી ભરી શકતા. આટલું જ નહીં હાલમાં જ તુર્કી અને સીરિયાના ઘણા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે જેના કારણે તાપમાનના ઘટાડો આવ્યો છો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT