તુર્કી ધરતીકંપ લાઇવ અપડેટ્સ: તુર્કી, સીરિયામાં મૃત્યુઆંક 5,000 વટાવી ગયો; ભારતની રાહત ટીમ અદાના પહોંચી
Turkey Earthquake Today Live Updates: જેમ જેમ બચાવ ટીમો ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં કાટમાળમાં રાહત અને બચાવ કાર્ય આગળ વધારી રહી છે તેમ તેમ મૃત્યુનો…
ADVERTISEMENT
Turkey Earthquake Today Live Updates: જેમ જેમ બચાવ ટીમો ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં કાટમાળમાં રાહત અને બચાવ કાર્ય આગળ વધારી રહી છે તેમ તેમ મૃત્યુનો આંકડો પણ મોટો થઇ રહ્યો છે. રાહત અને બચાવકામગીરી હજી પણ ચાલી રહી છે. મંગળવારે 5,102 લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ ઉપરાંત હજારો લોકો ઘાયલ છે. જે પૈકી કેટલાક ગંભીર સ્થિતિમાં છે. ભારતની રાહત સામગ્રીની પ્રથમ બેચ નજીકના શહેર અદાનાના એરપોર્ટ પર પહોંચી ચુકી છે. અનેક દેશો મદદ માટે સતત પ્રયત્નશીલ છે.
ત્રણ વિનાશક ભૂકંપ – 7.8, 7.6 અને 6.0 – સોમવારે તુર્કીના દક્ષિણ પ્રદેશોમાં ત્રાટક્યા અને તુર્કી અને પડોશી સીરિયામાં વ્યાપક વિનાશ સર્જાયો હતો. મંગળવારે વધુ એક 5.6 ભૂકંપ નોંધાયો હતો. ભુકંપના સતત આફ્ટરશોક પણ આવી રહ્યા છે. તુર્કીએ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ભારતે તુર્કીમાં NDRF શોધ અને બચાવ ટીમો, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોર્ડ, તબીબોની ટીમ, અન્ય પુરવઠ્ઠો, ડ્રિલિંગ મશીનો અને અન્ય સાધનો મોકલ્યા છે.
ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે પીએમ મોદીનો આભાર માનતા લખ્યું: “‘દોસ્ત’ તુર્કી અને હિન્દીમાં એક સામાન્ય શબ્દ છે. આપણી પાસે એક તુર્કી કહેવત છે: “દોસ્ત કારા ગુંદે બેલી ઓલુર” (જરૂરિયાતમાં એક ખરો મિત્ર જ કામ આવે છે.) “
ADVERTISEMENT
ADVERTISEMENT