અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું સફળ ટ્રાયલ, આ તારીખથી શરૂ થશે ફ્લાઇટ
Ayodhya Airport : અયોધ્યામાં રામ લાલાના અભિષેકને લઈ તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમ 17 જાન્યુઆરી, 2024થી શરૂ થઈ જશે. આ કાર્યક્રમ આખા અઠવાડિયા…
ADVERTISEMENT
Ayodhya Airport : અયોધ્યામાં રામ લાલાના અભિષેકને લઈ તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમ 17 જાન્યુઆરી, 2024થી શરૂ થઈ જશે. આ કાર્યક્રમ આખા અઠવાડિયા સુધી ચાલશે. તે પહેલાં, વિવિધ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન પહેલાં એક ટ્રાયલ યોજવામાં આવી હતી. જેમાં વિમાનને રનવે પર લેન્ડ કરવામાં આવ્યું હતું.
દિલ્હીથી પ્રથમ ફ્લાઈટ આ તારીખે અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે
થોડા દિવસોમાં અયોધ્યાથી હવાઈ સેવા શરૂ થવા જઈ રહી છે. દિલ્હીથી પ્રથમ ફ્લાઈટ 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ (અયોધ્યા એરપોર્ટ) પર ઉતરશે. આ પહેલા આજે વ્યવસ્થા તપાસવા માટે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એરક્રાફ્ટને એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સ કંપની ઈન્ડિગો પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. ઈન્ડિગો અયોધ્યા એરપોર્ટ પરથી ઓપરેટ થનારી પ્રથમ એરલાઈન હશે અને અયોધ્યા એરલાઈન કંપનીનું 86મું ડોમેસ્ટિક ડેસ્ટિનેશન હશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી અયોધ્યાનું અંતર ફ્લાઇટ દ્વારા 1 કલાક 20 મિનિટમાં કાપવામાં આવશે.
100 ફ્લાઇટ આવી શકે તેવી સંભાવના
આ નિર્ણય અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે કેટલાક લોકોએ સ્થાનિક હોટલ અને ધર્મશાળાઓ બુક કરાવી છે. તેમણે નિર્દેશ આપ્યો કે આને રદ કરવામાં આવે જેથી સરકાર અને પ્રશાસનમાં કોઈ મુશ્કેલી ન આવે, કારણ કે તે દિવસે ભારતથી વિશેષ આમંત્રિતો અયોધ્યા આવશે અને અયોધ્યા એરપોર્ટ પર 100 વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
22 જાન્યુઆરીના પ્રી-બુકિંગ થશે રદ
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ હોટેલો અને ધર્મશાળાઓમાં પહેલાથી જ કરાયેલી બુકિંગ રદ કરવામાં આવ્યા છે. આજે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. 22 જાન્યુઆરીએ લોકોએ અયોધ્યામાં મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી લીધી હતી. VVIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બુકિંગ રદ કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ફક્ત તે જ લોકો રહી શકશે જેમની પાસે ડ્યુટી પાસ અથવા શ્રી રામ તીર્થ ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હશે.
ADVERTISEMENT