વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો સમગ્ર કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી હાઇસ્પીડ ટ્રેન હશે. આ ઉપરાંત વંદે ભારત ટ્રેન દેશમાં જ બનાવવામાં આવેલી ‘KAVACH’ ટેક્નિકથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં જ 0થી 100 કિલોમીટર સુધીની સ્પીડ મેળવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનમાં બેસીને ગાંધીનગરથી અમદાવાદ આવશે અને ત્યારબાદ મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કરશે તથા સાંજે અંબાજીના દર્શન કરશે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુઆજરાતની મુલાકાતે છે. ત્યારે ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદી અમદાવાદને મોટી ભેટ આપશે. હવે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન વધુ સરળ બનશે.આજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. શહેરના કાલુપુર-થલતેજ અને ગ્યાસપુર-મોટેરા રૂટની શરૂઆત કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલપુરથી મેટ્રો ટ્રેનમાં થલતેજ સુધી મુસાફરી કરશે. AES ગ્રાઉન્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરશે.

ગબ્બર તીર્થ ખાતે મહાઆરતી કરશે 
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંબાજી મંદિરમાં દર્શન કરશે અને ત્યાર બાદ ગબ્બરે પણ જ્યોતના દર્શન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીથી અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રૂ.1967 કરોડના ખર્ચે આવાસનું પણ ખાતમુહૂર્ત કરશે. રૂ.124 કરોડના ખર્ચે તૈયાર થનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠાના મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું પણ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. આ સિવાય તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન મોદી ભૂમિપૂજન કરશે. રૂ.2798 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઇનનું નિર્માણ કરવામાં આવશે.

ADVERTISEMENT

અંબાજીમાં જાહેરસભાને પણ સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા એરફોર્સ સ્ટેશનમાં રનવે ઇન્ફ્રાન્ટ્રક્ચર સંબંધિત કામનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં આજે જાહેરસભાને પણ સંબોધશે. ત્યાર બાદ સાંજના 7 વાગ્યે PM મોદી અંબાજીમાં પૂજા કરશે. PM મોદી ગબ્બર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌવંશોના નિભાવ ખર્ચ માટેની યોજનાની પણ શરૂઆત કરાવશે. આ સાથે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે.

આજના કાર્યક્રમો

ADVERTISEMENT

  • સવારે 10.30 કલાકે ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન
  •  11.30 કલાકે અમદાવાદ મેટ્રો ટ્રેનનું કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન
  • 12 કલાકે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીથી મેટ્રો પોરોજેક્ટ ફેઝ -1 નું ઉદ્ઘાટન
  • સાંજે 5.45એ 7200 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત અંબાજીથી કરવામાં આવશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે અંબાજીના દર્શન કરશે
  • વડાપ્રધાન મોદી ગબ્બર તીર્થ ખાતે મહાઆરતી કરશે

    follow whatsapp

    ADVERTISEMENT