ખેડૂતોને બચાવવા કોંગ્રેસ આવી મેદાને, દિવસે વીજળી આપવા કરી માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  રાજ્યભરમાં ઠંડીએ લોકોના જીવન પર ભારે અસર કરી છે. લોકો ઠંડીમાં થટવાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ઠંડીથી લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હવે કોંગ્રેસે આ મામલે સરકાર સામે સવાલ કરવા સાથે તાત્કાલિક વિવિધ માંગ કરી છે.આજે માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આ મામલે ધારણા પર બેઠા છે. આ દરમિયાન આજે રાજ્યમાં ઠંડીને કારણે ખેડૂતનું મૃત્યુ થતાં ખેતી માટે દિવસે વીજળી મળે તે માટે સરકાર સમક્ષ માંગ કરી છે.

સરકારના નિર્ણયને આવકાર્યો
સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે. રાજકોટમાં એક દીકરીનું ઠંડીને કારણે દુઃખદ નિધન, વલસાડમાં એક કોલેજ વિદ્યાર્થીનું નિધન. સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગયો છે. કોંગ્રેસ પક્ષ સહીત વાલીઓની રજુઆતને ધ્યાને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને પ્રાથમિક શાળામાં 1 કલાકનો સમય ફેરફાર કરવામાં આવ્યો. જે આવકારદાયક છે.

ખેડૂતોને બચાવવા કરી માંગ
કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે. અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ આપની સમક્ષ કરી રહ્યા છીએ.

ADVERTISEMENT

દિવસે વીજળી આપવા કરી માંગ
ગઈકાલે મોડાસાના ટીટોઈના 57 વર્ષના ખેડૂત  લવજીભાઈ વિરસંગભાઇ પટેલ રાત્રી વખતે પાણી વાળવા ખેતરે ગયા હતા. જેઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે.. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે. ત્યારે રાજ્યસરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરશો તેવી વિનંતી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી મેદાને, અપનાવ્યો ઉપવાસનો માર્ગ

ADVERTISEMENT

કોંગ્રેસના નેતા બેઠા અનશન પર
ખેતી પાક માં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે પરંતુ હજુ પાટણ અને સરસ્વતી પંથકના ઘણા ગામોમાં અડધી રાત્રે વીજળી આપવામાં આવી રહી છે.જેના કારણે ખેડૂતોને શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ઉજાગરા કરીને પિયત કરવું પડી રહ્યું છે. ખેડૂતોની મુશ્કેલી જોવા છતાં આંખ આડા કાન કરતી સરકારના કાન આમળવાનું કામ વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યું છે. આજે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ખેડૂતોના વીજ પ્રશ્ને  ઉપવાસ પર ઉતાર્યા છે.આ મામલે અરવિંદ લાડાણીએ જણાવ્યું કે ખેડૂતો નો પ્રશ્ન એ સૌથી વધુ અગત્યનો છે ઠંડીમાં આપણે ઘરમાં બેસી જઈએ છીએ જ્યારે ખેડૂત ખેતરોમાં પાણી આપવાની મહેનત કરે છે.સરકાર ખેડૂતોની વ્યથા નથી સમજતી આથી જ હું ઉપવાસ પર બેસી રહ્યો છું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT