અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ જૂથની સામસામી ધમકી, ગોંડલમાં સૌથી મોટો પોલીસ કાફલો ખડકાયો
ગોંડલ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે 89 બેઠકોમાંથી સંવેદનશીલ બેઠકો પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે ગોંડલમાં પણ રીબડા…
ADVERTISEMENT
ગોંડલ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે 89 બેઠકોમાંથી સંવેદનશીલ બેઠકો પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે ગોંડલમાં પણ રીબડા જુથ અને જયરાજસિંહ જૂથ વચ્ચે ચાલી રહેલી ખટરાગ વચ્ચે મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ, DYSP, LCB, SOG સહિતનો કાફલો મૂકવામાં આવ્યો છે. મોડી રાત સુધી સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના ભાગ રૂપે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
મતદાન પહેલા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની સામસામી ધમકી
ગોંડલમાં મતદાનના બે દિવસ પહેલા જ ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ સભા અને પ્રેસ કોન્ફરન્સ યોજીને એકબીજાને ધમકી અને ખુલ્લી ચેલેન્જ આપી હતી. ત્યારે ચૂંટણી લોહીયાળ બને તેવા એંધાણ વર્તાઈ રહી છે. એવામાં જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા પોલીસવડાને વધુમાં વધુ બંદોબસ્ત ફાળવવાનો આદેશ આપ્યો હતો. આથી ગોંડલ બેઠક પર જિલ્લા પોલીસ વડાએ 5 PSI, 1 PI, 1 DySP, 28 અર્ધલશ્કરી દળ, 1 SRP કંપની અને 3000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઢવી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
71 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા
ગોંડલના ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સને જણાવ્યું હતું કે, ગોંડલના 236 મતદાન મથકોમાંથી 71 મતદાન મથક અને 39 મતદાન સ્થળ સંવેદનશીલ જાહેર કરાયા છે. તમામ મતદાન મથકો પર પ્રિસાઈડિંગ ઓફિસ, પોલિંગ ઓફિસર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીપ મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે. આ માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT